Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનની વચ્ચે વાર હોઇ કે તહેવાર બધા જ દિવસો સરખા લાગી રહ્યા છે, કયો વાર છે, કઇ તારીખ છે ની પરવાહ કર્યા વિના લોકો માત્ર કેલેન્ડરના પાના ફાડી દિવસો ગણી રહ્યા છે : કેશોદ સૂમસામ

કેશોદ, તા. ૧૦:  કોરોના વાઇરસ સામે આરક્ષણ મેળવવાના ભાગરૂપે સરકારશ્રી દ્વારા ૧૪ એપ્રિલ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવેલ છે. આવા સંજોગોમાં કેશોદ પંથકને લાગવળગે છે ત્યાં સુધી કેશોદ શહેર તથા તાલુકાના ગામડા ગત તા. રર માર્ચથી એટલે કે, આ સમાચાર લખાઇ રહેલ છે ત્યારે છેલ્લા ર૦ દિવસથી કેશોદ શહેરનો ધબકાર થંભી જવા પામેલ છે.

ગત તા. ર૧ માર્ચ સુધી સતત દોડતુ કેશોદ શહેર ગત તા. રર માર્ચથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વયંભુ જનતાફર્યુ અને લોકડાઉન અંગેની અપીલના પગલે એકાએક થંભી જવા પામેલ છે. આ સ્થિતિને આજે શુક્રવારના રોજ ર૦ દિવસ જેવો સમય પસાર થવા પોમલ છે. છેલ્લા લગભગ અઢી સપ્તાહથી સ્થિતિને આધીન લોકો પોત-પોતાના ઘરમાં સ્વયંભુ રીતે કેદ થઇ જવા પામેલ છે. જો કે, સરકારશ્રી દ્વારા લોકડાઉનની ૧૪ એપ્રિલ સુધીની મુદત આપવામાં આવેલ છે. આમ છતાં આ સ્થિતિમાંથી કયારેય છુટકારો મળશે તે કહેવું મુશ્કેલ છે.

આવા વરવા સંજોગોમાં સામાન્ય દિવસોમાં ખાસ કરીને મુખ્ય બજારોમાં જોવા મળતો ટ્રાફિકનો ઘસારો ભૂતકાળ બની જવા પોમલ છે. ટ્રાફિક થી દરરજો ધસમસતી ચાર ચોક, માંગરોળ રોડ, શરદ ચોક, કાપડ બજાર, સોનીબજાર, જુનાગઢ-વેરાવળ રોડ, એરોડ્રામ રોડ જેવી બજારો અને મુખ્ય માર્ગો ભેંકાર ભાસી રહેલ છે. શહેરની મુખ્ય બજારો તો ઠીક રહેણાંક વિસ્તારોમાં શેરી, ગલી, મહોલ્લાઓ પણ નિર્જન ભાંસી રહેલ છે.

અનાજ કરીયાણું, શાકભાજી, દૂધ ડેરી, મેડીકલ જેવી જીવન આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ અને ખરીદી માટે ચોવીસ કલાકમાંથી માત્ર ચાર કલાક એટલે કે સવારના આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી છુટ આપવામાં આવેલ હોઇ બાકીના ર૦ કલાક દરમિયાન સમગ્ર બજારો  ર્નિજન બની જાય છે. સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર જાણે કે પોલીસે જ કબ્જો જમાવી લીધો હોઇ તેમ બાકીના ર૦ કલાક દરમિયાન શહેરમાં પોલીસ અને અનિવાર્ય સંજોગો ઁવશાત જરૂરી કામ સબબ બહાર નિકળતા અપવાદરૂપ ગણ્યા ગાઠીયા લોકો સિવાય શહેરમાં ચકલુ પણ ફરકતુ નથી.

એમ કહી શકાય કે, મુખ્ય બજારોની શેરી, મહોલાથી પણ બદતર બનેલ છે. લોકો આખો દિવસ ઘરમાં જ ભરાઇ રહી ટીવી, મોબાઇલ, અખબારો, જુદી જુદી ગેમ્સ જેવા માધ્યમોના સહારે પરિવાર સાથે દિવસો (સમય) પસાર કરી રહ્યા છે.

સામાન્ય રીતે તહેવારો દરમ્યાન શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળે તો હોઇ છે. કેશોદ વિસ્તારના લોકો ઉત્સવ અને ધર્મપ્રેમી હોઇ તમામ તહેવારો લોકો સાથે મળીને સંપૂર્ણ ભકિત ભાવપુર્વક ભવ્યાતી ભવ્ય રીતે ઉજવતા  હોઇ છે. લોકડાઉન પુર્વ છેલ્લા હુતાસણી પર્વ લોકોએ ઉત્સાહભેર ઉજવેલ હતો. પરંતુ લોકડાઉન દરમ્યાન ચૈત્રી નવરાત્રી, ચેટી ચાંદ, શિતળા સાતમ, રામનવમી, હનુમાન જયંતી, ગુડ ફાઇડે જેવા મહત્વના ગણાતા તહેવારો આવીને જતાં રહયા છતાં ખાસ કરીને નવાઇ એ છે કે, તહેવારો અંગેનો અહેસાસ સુધ્ધા કોઇને થવા પામેલ નથી. હાલ તો એકમાત્ર કોરોના અને લોકડાઉન લોકો માટે ચર્ચાનો  વિષય બનેલ છે.

બીજી તરફ હાલ વેકેશનનો માહોલ હોઇ બાળકો માટે પણ બહાર રમવા માટે જઇ શકાય તેવી સ્થિતિ ન હોઇ ઘરમાં જ સમય પસાર કરવો મુશ્કેલ બનેલ છે.

આવી વિકટ સ્થિતી વચ્ચે પણ લોકો સ્વયંભુ શિસ્તબધ્ધ રીતે સ્વયંના તથા દેશના હીતમાં સરકારશ્રીના આદેશનું પાલન કરી તંત્ર વાહકોને સંપૂર્ણ પર્ણે સહકાર આપી રહેલ છે.

કોરોના વાઇરસ સામે લડત આપવ માટે છેલ્લા ર૦ દિવસથી પોતાના કામ ધંધા ત્યજી લોકો ઘરમાં બેસી લાંબી જાહેર રજા ભોગવી રહેલ હોઇ તેવો અહેસાસ કરી રહેલ છે. લોકડાઉન જેવી  ભેંકાર સ્થિતિ વચ્ચે વાર હોઇ કે તહેવાર બધા જ દિવસો સરખાજ લાગી રહ્યા છે....!! કયો વાર છે. અથવા આજે કઇ તારીખ છે ની પરવાહ કર્યા વગર લોકો માત્ર કેલેન્ડરના પાના ફાડી દિવસો ગણી રહ્યા છે...?

(12:57 pm IST)