Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી લેવા માટે લોકોને ત્રણ કી.મી.સુધી દૂર જવુ પડે છે!

અમે ઘરમાં રહીને કોરોનાને હરાવવા માંગીએ છીએ પણ એ શકય નથી

વઢવાણ, તા.૧૦: ચોટીલાના રેશમિયાના ગ્રામજનો અને આગેવાનો દ્વારા પીવાના પાણી બાબતે અનેક વખત રજૂઆત છતાં પીવાના પાણી માટે ગ્રામજનો ને ૩ કિમિ દૂર જઈને પીવાના પાણી માટે વલખા મારવા માટે ગ્રામની ગૃહિણીઓ મજબુર બની છે. ત્યારે આ અનેક વર્ષો બાદ પણ પીવાના પાણીની નર્મદાની લાઇન ગામથી ત્રણ કિમિ દૂર છે.

ગામ લોકોને પીવાનું પાણી ભરવા માટે ત્રણ કિમિ દૂર જવું પડી રહ્યું છે. ગામની પીવાના પાણીની સમસ્યા અનેક વર્ષોથી છે. છતાં ગામમાં સરપંચ અને હોદ્દેદારોને અનેક ગામના આગેવાનો દ્વારા રજુઆત છતાં ગામમાં પાણી પ્રશ્ન હલ થઈ રહ્યો ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહયો છે.

હાલ કોરોના વાયરસના પગલે પણ ગ્રામજનોને પીવાના પાણી માટે ત્રણ કિલોમીટર સુધી લાંબુ થવું પડી રહ્યું છે ત્યારે ત્રણ કિલોમીટર ગામથી દૂર આવેલ નર્મદાના પાણીના ટાંકા પાસે પણ લોકોની ખૂબ ભીડ થાય છે તેના કારણે ૧૪૪ અને લોકડાઉનના અમલનો ભંગ થાય છે. પણ આ લોકો કરે તો શું કરે? ગામ સુધી પીવાનું પાણી પહોંચતું જ નથી. જેના કારણે રેશમિયા વાસીઓને ત્રણ કિલોમીટર સુધી ફરજિયાત પીવાનું પાણી ભરવા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ જવું પડે છે.

રેશમિયા ગામના રહેવાસી ઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે પણ કોરોના વાયરસથી બચવા માંગીએ છીએ અમે પણ ઘરમાં રહીને કોરોનાવાયરસ હરાવવા માંગીએ છીએ. પણ શું કરીએ પીવાનું પાણી ભરવા તો ત્રણ કિલોમીટર ફરજિયાત જવું પડી રહ્યું છે સરકાર અથવા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન દઈને જો પીવાના પાણીની દ્યર સુધી વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમે પણ દ્યરમાં રહીને કોરોના વાઇરસને ફેલાવતો અટકાવી શકીએ છીએ અને લોકડાઉનની પરિસ્થિતિ પણ કડક પાલન કરી શકીએ છીએ.

(12:55 pm IST)