Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સુરેન્દ્રનગરમાં કોરોના ઇફેકટઃ નગરપાલિકા રોજ રસ્તા ધોવે છે, કચેરીઓ પણ સાફ થાય છે!

વઢવાણ, તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તો કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ નોંધાયા નથી તે એક સારી બાબત ગણી શકાય છે ત્યારે વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે કોરોનાવાયરસની લડાઈ અને કોરોનાવાયરસના કેસ નોંધાય તે પહેલાં જિલ્લામાં ૫૦ બેડની અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે..

બીજી તરફ સુરનગર નગરપાલિકા દ્વારા ખાસ પ્રાંત અધિકારી અનિલભાઈ દ્વારા રાજકોટથી જિલ્લામાં સેનેટરાઈઝરની દવાનો છટકાવ કરવા માટે ખાસ અત્યાધુનિક મશીનરી પણ લાવવા માં આવ્યા છે. ત્યારે સાવચેતીના કારણે અને લોકડાઉન સારું એવું પાલનના કારણે જિલ્લામાં હજી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

ખાસ કરી જિલ્લામાં સતત સતર્કતા જનતા દ્વારા પણ રાખવામાં આવી રહી છે  સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ શહેરી વિસ્તારોના રોડ રસ્તાઓ રોજ પાણીથી ધોવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ઓફિસ અને જે કંઈ સરકારી ઓફિસો શરૂ છે તેને પણ રોજ પાણીથી સાફ કરવામાં આવી રહી છે.

(12:54 pm IST)