Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મોરબીમાં કોરોના લોકડાઉન વચ્ચે માલધારીઓને ઘાસચારો અને ખોળ કપાસિયા રાહતભાવે આપવા માંગણી

મોરબી,તા.૧૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લાના માલધારીઓ જાનને જોખમે સવાર-સાંજ મોરબી શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં ઘેર ઘેર દૂધ પહોંચાડે છે ત્યારે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના સીમમાં સુકુ ઘાસ પશુઓ માટે ચારો કરી શકે તેમ નથી ગ્રામ્ય વિસ્તારની સીમમાં સુકુ ઘાસ કોઈપણ જગ્યાએ સીમમાં સુકુ ઘાસ બચ્યું નથી ત્યારે માલધારીઓને લીલો ધાસ હાલમાં હાલમાં મોંઘા ભાવે માલધારીઓને લીલુ ઘાસ ખરીદવું પડે છે.

કોરોનાની મહામારી વચ્ચે લીલા ઘાસની સાથે સાથે ખોળ કપાસિયા વિગેરે પણ માલધારીઓને મૂંગા પશુઓ માટે ખરીદી કરવી પડે છે આ લીલાઘાસના વેપારીઓ તેમજ ખોળ કપાસિયાના વેપારીઓ ભાવ વધારે લઈ રહ્યા છે કપાસિયા તેમજ લીલું ઘાસ મોરબી શહેરમાં માલધારી સિવાય કોરોના મહામારી વચ્ચે શહેરના સામાજિક સંસ્થાઓ દ્વારા રખડતા ભટકતી ગાયોને તેમજ અન્ય પશુઓને ચારો પૂરો પાડવામાં આવે છે આ મોંઘા ભાવનો ચારો સેવા કરતાં તેમજ માલધારીઓને હાલમાં પરવડે તેમ નથી જેથી ભાવ બાંધણું થાય અને માલધારીઓ તેમજ સેવા કરતી સામાજીક સંસ્થાઓ લૂંટાતી બંધ થાય તેવા વ્યાજબી ભાવે ઘાસચારો અને ખોળ કપાસિયા મળી રહે તેવી વ્યવસ્થાની માંગ કરી છે.

(12:00 pm IST)