Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દામનગરમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા ફરજનિષ્ઠ પોલીસનું સન્માન કરાયું

દામનગર તા.૧૦ : દામનગર જીવાય સતાધાર ચેક પોસ્ટ ખાતે આરોગ્ય વિભાગ પ્રા. આ. કેન્દ્ર ચાંવડઙ્ગ દ્વારા પોલીસ સ્ટાફ નું કરાયું અભિવાદન કરવામાં આવ્યું હતુ.

છેલ્લા ૧૧ દિવસ થી જીવાય સતાધાર ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા લાઠી તાલુકા પોલીસ પી એસ આઇ શ્રી વાય. પી. ગોહિલ સહિત ના સ્ટાફ અને આરોગ્ય સ્ટાફ દ્વારા લોક ડાઉન દરમિયાન દિન રાત કામગીરી કરવામાં આવી રહી છે,  અધિકારી સ્વાસ્થ્ય ની કાળજી રૂપે મેડીકલ ઓફિસર ડો. મુકેશ સિંહ પ્રા. આ. કેન્દ્ર ચાવન્ડ દ્વારા ચેક પોસ્ટ અને આજુબાજુ ની જગ્યા એ સાફ સફાઈ કરી અને સોડિયમ હાઇડ્રોકલોરીડ સોલ્યુશન નો છટાકાવ કરી સેનીતાઇઝેશન કરેલ છે. અને તમામ સ્ટાફને સેનિટાઈઝ માસ્ક નું વિતરણ કરેલ છે, તેમજ પોલીસ સ્ટાફ દ્વારા જે આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી તેઓ ને ગુલાબ ના પુષ્પો આપી અભિવાદન કરવામાં આવેલ છે.

ડો. મુકેશ સિંહ દ્વારા કરાવવામાં આવેલ આ કામગીરી દરમિયાન ડો. હિતેશ પરમાર, બી. કે. સોલંકી, મનોજભાઈ બારૈયા, મેહુલભાઈ બાગડા, રાજભાઈ દીક્ષિત, પ્રિયકાંત ભટ્ટી સહિત ના આરોગ્યઙ્ગ સ્ટાફ દ્વારા કામગીરી કરી હાજર રહેલ છે.

(11:59 am IST)