Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કચ્છ કોંગ્રેસની ફરિયાદ : વધુ લોકોનું ટેસ્ટીંગ કરો : નાના લોકોને જાહેરનામા ભંગ માટે દંડ પણ ભાજપના નેતાઓને છૂટ

 ભુજ તા. ૧૦ : કોરોનાની મહામારી સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેકટર પ્રવીણા ડીકેને રૂબરૂ અને લેખિત રજુઆત કરીને લોકપ્રશ્નો સંદર્ભે તંત્રનું ધ્યાન દોર્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરાયેલી રજુઆતમાં કોરોના ટેસ્ટ અંતર્ગત કચ્છમાંઙ્ગ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ખૂબ જ ઓછી સંખ્યામાં લેવાયા હોઈ વધુ પોઝિટિવ કેસો ઝડપથી ઓળખી શકાય અને મોટી મહામારી સામે આગોતરા પગલાં ભરી શકાય તે માટે ટેસ્ટની સંખ્યાઙ્ગ વધારવા સૂચન કરાયું છે. જે વિસ્તારની આરોગ્ય ચકાસણી થઈ ગઈ છે તેની યાદી જાહેર કરવામાં આવે તાજેતરમાં જ માધાપરના પોઝિટિવ કેસ બાદ આરોગ્ય તપાસણી સામે ઉઠેલા સવાલો સંદર્ભે કોંગ્રેસે કરેલું સૂચન આરોગ્ય તપાસણી સામે લોકોમાં થઈ રહેલી શંકા કુશંકા અને મીડીયામાં થઈ રહેલા સવાલોને ધ્યાને લઈને કરાયું છે.

આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનારા ભાજપના નેતાઓને છાવરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવાતાં હોવાનો ગંભીર આક્ષેપ કરી વાહન જપ્તિની કોંગ્રેસે દંડની રકમ ઘટાડવા માંગ કરી છે.

આ ઉપરાંત લોકડાઉનના કારણે મધ્યમવર્ગીય પરિવારોને કફોડી હાલતમાં ઉપયોગી થવા, પશુઓ માટે પાણી ઘાસચારાની વ્યવસ્થા કરવા તંત્રને જણાવાયું છે. આ પ્રતિનિધિ મંડળમાં જુમા રાયમા, વી.કે. હુંબલ, ડો. રમેશ ગરવા જોડાયા હતા.

(11:57 am IST)