Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આને પણ દેશપ્રેમ કહેવાય

નાના એવા દરજી રજની ચાનપુરાએ ૧ર૦૦ જેટલા માસ્ક બનાવી લોકોને મફતમાં વિતરણ કર્યું

વિંછીયા તા. ૧૦: હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. મોટા ભાગના યુવાનોનો એવો રાય છે કે ઘરમાં કંટાળો આવે છે. સમય જતો નથી! બીજી બાજુ વાત કરવી છે. વિંછીયાના માત્રા ગેટ દરવાજા પાસે રહેતા અને નાના પાયે કાપડ અને દરજી કામ કરી પેટિયું રળતા નવ યુવાન રજની જગદીશભાઇ ચાનપુરાની આ યુવાને વિચાર્યું કે ર૧ દિવસના લોક ડાઉનમાં નવરૃં બેસીને ગપાટા નથી મારવા આપણાંથી થાય તેટલી રાષ્ટ્રભકિત કરવી છે. નાનો માણસ મોટું દાન ન કરી શકે... પણ થોડું-થોડું તો કરી શકાયને? એ ન્યાએ પોતાની પાસે રહેલા-લીલન-કોટન અને અન્ય કટપીસમાંથી માસ્ક બનાવવાનું શરૂ કર્યું... આ માસ્કને પ્રથમ વિંછીયાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે વિંછીયા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, જી.ઇ.બી. કચેરી, પંચાયત કચેરી અને વિવિધ બેંકના કર્મચારીઓને વિનામુલ્યે માસ્ક વિતરણ કર્યું... બાદમાં વિંછીયાના શાક બકાલાવાળા, કિરાણા વાળા, દૂધવાળા, છાપા વિતરકભાઇઓ વિગેરેને માસ્ક આપ્યા ને છેલ્લા બાર દિવસમાં ૧ર૦૦ જેટલાં માસ્ક લોકોને વિતરણ કર્યું. આવું રૂડું કાર્ય કરી રજનીભાઇ એ અન્ય યુવાનોને પ્રેરક બળ પુરૃં પાડયું છે.

(11:56 am IST)