Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોટડાસાંગાણીમાં એસઓજી તથા સ્થાનીક પોલીસની ફલેગ માર્ચ

કોટડાસાંગાણીઃ એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઇ હતી. પોલીસે કોરોના બંદોબસ્ત અને પેટ્રોલીંગ દરમિયાન ખોટી રીતે અવર જવર કરતા ત્રીસ ઈસમ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી જયારે ૧૨ બાઈકને ડિટેઈન કરાયા છે.સાથેજ ફ્લેગ માર્ચ યોજી લોકોને કોરોના અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી.કોરાના વાયરસના કારણે પુરા સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરાયુ છે. જુદા જુદા ગામોમાથી ખોટી રીતે અવર જવર કરતા ૩૦ઙ્ગ ઈસમો સામેઙ્ગ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આઇપીસી કલમ ૧૮૮ ૨૬૯ મુજબ ગુનો દાખલ કરયો છે. જેમા મોટા માંડવાના અરવિંદ હરસોળા , અમીત માનસરા, અમીત હરસોળા હરેશ વઘાસીયા દિલીપ માનસરા દેવાંગ જોષી ચીરાગ રાજેશ માનસરા પાડલીયા રામોદના નીલેશ પડાળીયા, રમેશ ઉંધાડ, અરડોઈના ભરત ખુમાણ ગભરૂ ખુમાણ જેન્તી દાફડા મહેન્દ્ર માંજરીયા કોટડાસાંગાણીના માવજી સોજીત્રા છગન ભુત ચંદુ લુણાગરીયા રાઘવેન્દ્રસીંહ ચૌહાણ ગોપાલ ચોહાણ હુસેન કપાસી વોજેફા વાઘેલા પ્રવીણ ચારોલીયા સાગર ચારોલીયા જુના રાજ પીપળાનાઙ્ગ અજય ભાખોતરા અલ્પેશ પરમાર સોળીયાથી ભરતસિંહ જાડેજાઙ્ગ જયપાલસીંહ જાડેજા તેમજ ખરેડાથી સામત ખુમાણ રમેશ ખુમાણ, લાખા ખુમાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ એસ ઓ જી પીઆઇ એચ જી પલ્લાચાર્ય સ્થાનિક પીએસસાઈ જેબી મીઠાપરા સહીતના સ્ટાફે કોટડાસાંગાણીની બજારોમા ફ્લેગ માર્ચ યોજી લોકોને બીન જરૂરી બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા અપીલ કરી હતી.ફલેગ માર્ચ તથા પેટ્રોલીંગની તસવીરો.

(11:54 am IST)