Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનનાં કડક અમલ માટે ધોરાજીમાં પોલીસ બાઇક પેટ્રોલીંગ કરશે

 ધોરાજી,તા.૧૦: ધોરાજી પોલીસે લોકો lockdown નો ભંગ કરતા તત્વો સામે ખાનગી માંઙ્ગ મોટરસાયકલ લઈને પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

ધોરાજીમાં ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ પીઆઇ વિજય જોશી પીએસઆઇ નયનાબેન કારાવદરા વિગેરે સ્ટાફ પોલીસની જીપ માં પેટ્રોલિંગ ઘણા સમયથી કરતા હતા પરંતુ ગઇ કાલે રાત્રીના મોટરસાયકલ સાથે પેટ્રોલિંગ કરીને નવતર પ્રયોગ કર્યો હતો તમામ અધિકારીઓ નાની નાની ગલીઓમાં જઈને મોટરસાયકલ લઈને પેટ્રોલીંગ હાથ ધરતા જાહેરમાં lockdown નો ભંગ કરતા તત્વોમાં પણ ફફડાટ મચી ગયો હતો

ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ એ જણાવેલ કે હાલમાં રાજયના ગૃહ વિભાગ દ્વારા lockdown નો કડકમાં કડક અમલ કરવાની સૂચના ને અનુસંધાન અમોએ ધોરાજીમાં જાહેરમાં અવારનવાર મોટરસાયકલ લઈને રખડતા તત્વો સામે લાલ આંખ કરી છે અને પોલીસ જીપમાં પેટ્રોલિંગ કરવાની બદલે તમામ અધિકારીઓ મોટરસાયકલ લઈને નાની નાની ગલીઓમાં પણ પેટ્રોલીંગ હાથ ધરી જે લોકો જાહેરમાં જોવા મળ્યા છે તેમને અમોએ અટકાયત કરી ને જાહેરનામાના ભંગ બાબતનો કેસ પણ કર્યો છે અને ધોરાજીની જનતાને મારી વિનંતી છે કે હાલમાં કોરોનાવાયરસ ની મહા મારી સામે સરકારના તમામ સૂચનાનું પાલન કરે અને પોલીસને પૂરો સાથ સહકાર આપે તેવી વિનંતી કરી હતી.

(11:54 am IST)