Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કચ્છ જિલ્લામાં નવા ૧૩૨૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરાયું

કોરોના હેઠળ કચ્છમાં ૧૫૪૭ લોકોને કવોરોન્ટાઇન કરાયા

ભુજ, તા.૧૦: વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૧૩૨૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૪૨૪૦૪ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.

જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૪૮ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૨ કેસ પોઝીટીવ છે. ૨ શંકાસ્પદ કેસનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૪૪ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવેલ છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્ત્િ।વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૫૪૭ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.

બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૫૪૭ માંથી ૧૫૦૦ વ્યકિતઓને દ્યરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૬૯૬૪ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૫૪૬૪ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે.

જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૨૫ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી ૨૩ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ ૨ દર્દી એડમીટ છે.

ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હવે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

ભુજ,તા.૧૦: કેન્સર, કિડની અને કાર્ડિયાકની સેવાઓ હવે ચાલુ . નિયમિત સારવાર લેનારા ૨૦૦૦ દર્દીઓની મુશ્કેલી અંગે રજુઆત થયા બાદ જિલ્લા વહીવટીતંત્રએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. આ સંદર્ભે રજુઆત કરનારા જુમાભાઈ રાયમાએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે હોસ્પિટલના મેનેજરને પત્ર લખીને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવાઙ્ગ જાણ કરી છે. એટલે હવે ડાયાલીસીસ, કિમો થેરેપી, રેડિયેશન અને હૃદયરોગના દર્દીઓની સેવા ચાલુ થઈ ગઈ છે.

(11:54 am IST)