Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આધુનિક મશીન દ્વારા સેનેટાઇજર

સુરેન્દ્રનગર નગરપાલિકા ના અમુક વિસ્તારોમાં ફાયર જઇ નથી શકતુ સેનેટાઇઝ કરવા તેના માટે નગરપાલિકા બે માણસો ને મોકલે છે અને સેનેટાઇઝ કરે છે લગભગ વિસ્તારમાં સોડિયમ હાઇપો કલોરાઇડ કેમિકલ્સ પાણી માં નાખીને સેનીટાઇઝ કર્યુ છે પરંતુ સ્વાઘ્યાય પરીવાર તરફથી એક પ્રોટેકટર ૬૦૦૦ નામનુ મશીન નગરપાલિકા ને ઓપરેટર સહીત આપવામાં આવીયુ છે આ મશીન માં ૬૦૦ લીટર ની ટાંકી છે તે ૪૫ મીનીટ સુધી ચાલે છે અને આ મશીન સતત ચાલે તો ૧૫ કીલો મીટર નો એરીયા કવર કરે છે.અને ૩૦ મીટર પહોળાઇ કવર કરે છે અને દર ૪૫ મીનીટ એ તેની ૬૦૦ લીટર ની ટાંકી માં પાણી તથા દવા નાખવી પડે છે આ મશીન નુ ટેસ્ટિંગ પહેલા પાણી નાખીને નગરપાલિકા ના કંપાઉન્ડ માં ડેમો કરવામાં આવ્યો અને હવે પછી જે નાની ગલીઓ માં આ મશીન માં સોડીયમ હાઇપો કલોરાઇડ કેમિકલ્સ પાણી માં નાખીને સેનીટાઇઝ ની કામગીરી કરવામાં આવશે આ મશીન નુ ટેસ્ટિંગ બપોરે ૨ વાગ્યા ના સમય દરમિયાન સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, ધારા સભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા, ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એન્જિનિયર કંયવતસિંહ હેરમા, ગેરેઝ સુપ્રિન્ટેન્ડન્ટ આર.કે ઝાલા તેમજ સ્વાઘ્યાય પરીવાર ના હીરાભાઈ ઉપસ્થિત રહ્યા હતાં. આ મશીન વઢવાણ પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી ના લાઇઝનીંગ થી આવ્યું છે. (તસ્વીરઃ ફારૂક ચૌહાણ, વઢવાણ)

(11:54 am IST)