Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વીરપુરમાં ફલેગ માર્ચ કરાવતા પીએસઆઇ ભોજાણી

રાજકોટ ગ્રામ્ય રૂરલ એસપી બલરામ મીણા સાહેબ તેમજ જેતપુર એએસપી સાગર બાઘમારની સુચના મુજબ વીરપુર પીએસઆઇ આર.એ.ભોજાણી સાહેબ તેમજ વીરપુર પોલીસ સ્ટાફના જવાનો તેમજ જીઆરડી જવાનો દ્વારા વીરપુરના મેઈન રોડ તેમજ શહેરી વિસ્તારોમાં એક ફ્લેગમાર્ચ યોજી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવ્યો હતો તેમજ સાત જેટલા લોકો જે ખોટા બાહના કાઢીને પોતાના દ્યરની બહાર નીકળ્યા હતા તેમને ૧૪૪ કલમ તેમજ લોકડાઉન કાયદાનો ભંગ કર્યો હતો તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. (તસ્વીર : કિશન મોરબીયા, વીરપુર)

(11:52 am IST)