Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પોરબંદરના જયોતિબેને કોરોનાને હરાવીને મૃત્યુ સામેનો જંગ જીત્યો

કોરોના પોઝીટીવની ૧ર દિવસની સારવાર બાદ ૪૮ વર્ષીય મહિલા ચેપ મુકત બન્યા : હોસ્પિટલમાંથી રજા વખતે જયોતિબેન ભાવુક બન્યા 'ઇન્ડિયા જીતેગા'ના સુત્રો પોકાયાં : લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવા જયોતિબેનનો સંદેશ : સરકારી હોસ્પિટલના ડોકટરો-નર્સ -સફાઇ કામદારો તથા સ્ટાફનો આભાર માન્યો

પોરબંદરના જયોતિબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તે તસ્વીર. (તસ્વીરઃ સ્મીત પારેખ-પોરબંદર)

પોરબંદર, તા. ૧૦ : કોરોના પોઝીટવ કેસમાં ૪૮ વર્ષીય જયોતિબેન ગોસ્વામીની આઇસોલેશન વોર્ડમાં ૧ર દિવસની સારવાર બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જયોતિબેને કોરોનાનો હિંમતપૂર્વક સામનો કરીને જીવનનો જંગ જીતી લીધો છે. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રજા આપતા જયોતિબેન ભાવુક બની ગયેલ અને 'ઇન્ડિયા જીતેગા'ના સુત્રો પોકારીને હોસ્પિટલના ડોકટર-નર્સ-સફાઇ કામદારો તથા સ્ટાફનો આભાર માન્યો હતો. જયોતિબેને લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવા સંદેશ પાઠવ્યો હતો.

કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ગત તા.૨૮ માર્ચના રોજ જયોતિબહેન ગૌસ્વામીને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તા.૨૯ માર્ચના રોજ જયોતિબહેનનો રીપોર્ટ પોઝીટીવ સમગ્ર પરિવાર ચિંતામાંઙ્ગ મુકાયો હતો. પણ હોસ્પિટલના તબીબોએ જયોતિબહેનને આશ્વાસન પુરૂ પાડ્યુ હતું. રાજય સરકારની સુચના મુજબ કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફની સઘન સારવાર વચ્ચે આજે ૧૨ દિવસ બાદ જયોતિબહેન કોરોના ચેપ મૂકત બન્યા છે.ઙ્ગ

જયોતિબહેને અશ્રુભીની આંખોએ ભાવુક થઇને જણાવ્યુ કે, ભાવસિંહજી હોસ્પિટલના તબીબો, નર્સ તથા સફાઇ કર્મચારીઓએ રાત દિવસ ખડે પગે રહીને મારી સેવા કરી છે, હું કોરોના ચેપ મૂકત બની છું તેમા હોસ્પિટલના તબીબોનો ખુબ જ મહત્વનો ફાળો છે, માણસ જીવનના અંતિમ શ્વાસ સુધી આત્મવિશ્વાસ અને હિંમત રાખે તો કોઇપણ સમસ્યાથી વિજય મેળવી શકાય. આ સાથે જયોતિબહેને નાગરિકોને સંદેશો પાઠવતા કહ્યુ કે, કોરોના વાઇરસ સંદર્ભે લોકોએ સરકારની સુચનાઓનું ખાસ પાલન કરવુ જોઇએ, એકબીજા લોકોએ આપસમાં સામાજિક અંતર જાળવવુ જોઇએ, લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહેવુ જોઇએ, તથા ઘરમાં રહીને પોતાને ગમતા કાર્યો કરવા જોઇએ.ઙ્ગ

કોરોના ચેપગ્રસ્ત બનેલા દર્દીઓને અંઘકારથી ઉજાસ તરફ લઇ જનાર અને બિમારને નિરોગી બનાવવા રાત દિવસ સારવાર કરનાર હોસ્પિટલના તબીબ ડો.દેવેન્દ્ર સોજીત્રાએ જણાવ્યુ કે, જયારે જયોતિબહેનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે સૌપ્રથમ તો દર્દીને અમે હિંમત આપીને કહ્યુ કે, સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તબીબી ટીમ તમારી સારવાર માટે રાત દિવસ ખડે પગે રહેશે. જરૂરી તમામ સારવાર આપી હતી. અને ૧ર દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. સારવાર દરમ્યાન જયોતિબહેન પોતાનો મોટાભાગનો સમય પુસ્તક વાંચનમાં અને ભગવાનના નામ લેવામાં પસાર કરતા હતાં. તેમને નિયમ મુજબ ભોજન આપવાની સાથે એક પરિવારની જેમ તેમની કાળજી રાખવામાં આવતી હતી. લોકો કોરોના વાઇરસથી ગભરાયા વગર સરકારશ્રીની સુચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કોરોનાની હાર થાય અને ઇન્ડિયાની જીત થાય.  જયોતિબહેનને આઇસોલેશન વોર્ડમાં ડો. સિધ્ધાર્થ જાડેજા, ડો.નિરાલી ઓડેદરા, ડો.નિલેશ મકવાણા, ડો.ભાદરકા, ડો.સોજીત્રા, ડો.કેવલ પાંજરી તથા નર્સિંગ સ્ટાફે સારવાર આપી હતી.ઙ્ગ કોરોના વાઇરસના અંધકાર ચીરીને પોરબંદરમાં જયોતિબહેને જીતનો ઉજાસ પાથર્યો છે.

(11:49 am IST)