Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉનમાં બહાર નીકળેલા ર૩પ શખ્સોને કાયદાના પાઠ ભણાવતી પોલીસ

એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં લોકડાઉનની કડક અમલવારીઃ ૪૦ વાહનો પણ ડીટેઇન કરાયા

રાજકોટ તા. ૧૦ :.. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં અનેક લોકો કામ વગર બહાર નીકળી તેનો ખુલ્લેઆમ ભંગ કરે છે જીલ્લામાં અલગ - અલગ સ્થળે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનાર ર૩પ શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા હતાં.રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યુ હતુ કે. કોરોના વાયરસ સંદર્ભે જીલ્લામાં લોકડાઉનનું જાહેરનામુ અમલમાં હોવા છતાં જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી  જીવન જરૂરીયાતની  ચીઝ વસ્તુ સીવાયની દુકાનો, તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ  પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા  તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ  વિગેરેમાં  મંજુર અર્થે રાખી હાલના સમયે  નિરાધાર  ગણી મજુરોને  પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા હોઇ કાળજી નહિ  લેતા  મલિકો વિરુધ્ધ જીલ્લામાં અલગ અલગ સ્થળે કુલ  ૨૩૫ ગુન્હાઓ દાખલ કરી તમામની ધરપકડ કરવામાં આવી છે. અને  એમ.વી. એકટ ૨૦૭ હેઠળ ૪૦ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રૂરલ એસ. પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ઠેર ઠેર લોકડાઉનની કડક અમલવારી કરાઇ રહી છે. લોકોને અગત્યના કામ વગર બહાર ન નીકળવા અંતમાં એસ. પી. બલરામ મીણાએ અપીલ કરી છે.

(11:48 am IST)