Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મોરબીના ૭ પોલીસ કર્મચારીને પ્રમોશન

મોરબી,તા.૧૦:  જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૭ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

પોલીસ હેડ કવાર્ટર (સીટી ટ્રાફિક) ના દેવાયતભાઈ દેવરાજભાઈ ગોહેલ, મોરબી સીટી એ ડીવીઝનના ફાલ્ગુનકુમાર જયેન્દ્રભાઈ પટેલ, પીયુષકુમાર પ્રાણલાલ દવે, પોલીસ હેડ કવાર્ટર (સીટી ટ્રાફિક) અમિયલ અહમદ શેરશીયા, હળવદના તેજશકુમાર વેલજીભાઈ વિડજા, પોલીસ હેડ કવાર્ટર (જી.કંટ્રોલ) ના ભગીરથસિંહ હરભમસિંહ ઝાલા અને સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા ચકુભાઈ દેવશીભાઈ કલોતરાને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.

(1:18 pm IST)