Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગોંડલનાં કેશવાળામાં ખેડૂત ઉપર હુમલો કરનાર ચોટીલાથી આવેલા બે સિંહ વડિયા તરફ દેખાયા

ગોંડલઃ તસ્વીરમાં ઇજાગ્રસ્ત ખેડૂત તથા બીજી તસ્વીરમાં સિંહ નજરે પડે છે(તસ્વીરઃ નરેશ શેખલીયા, ભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ, તા.૧૦: કોરોનાના કહેર અને લોકડાઉનના કપરા સમયમાં જન જીવન દ્યરમાં બંધ થવા પામ્યુ છે ત્યારે તાલુકાના કેશવાળા ગામે સિંહ બેલડીએ દેખા દઈ પશુપાલક પર હુમલો કરતા અફરાતફરી મચી જવા પામી હતી ફોરેસ્ટ વિભાગે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

કેશવાળામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રૂપાભાઈ ઓદ્યડભાઈ મેવાડા પોતાના પશુધનને વાસાવડી નદી ના કિનારે ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે હુમલો કરતા હાથમાં ઇજા થવા પામી હતી જંગલી પશુના હુમલાથી બૂમાબૂમ મચી જતા ગામના સરપંચ કાંતિભાઈ સરધારા સહિતનાઓ દ્યટનાસ્થળે દોડી ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા.

પશુપાલક રૂપાભાઈ ને હાથમાં ઈજા થઈ હોય પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલે આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા દ્યટનાની જાણ ફોરેસ્ટ વિભાગના એસીએફ એસ ટી કોટડીયા, મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી તેમજ તાલુકા પીએસઆઇ અજયસિંહ જાડેજાને થતા તેઓ પણ કેશવાડા દોડી ગયા હતા. જયાં ગ્રામજનોએ સિંહ બેલડી હોવાનું જણાવ્યું હતું.

ચોટીલા પંથકમાં છેલ્લા દ્યણા સમયથી લટાર મારી રહેલા નર સિંહ બેલડી  બાબરા થઈ ગોંડલ પંથકમાં કેશવાળા પહોંચી હતી અને અહીંથી અમરેલી પંથકમાં ફરી જતી રહેશે તેવી આશા છે, તેનું લોકેશન ટ્રેશ કરવામાં આવતા આ સિંહ બેલડી વડિયા તરફ જોવા મળ્યાનુ ફોરેસ્ટરશ્રી જાડેજા અને શ્રી ચુડાસમાએ જણાવ્યુ હતું.

(11:46 am IST)