Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

પોરબંદર જિલ્લામાં એપીએલ-૧ કાર્ડ ધારકોને અનાજ વિતરણની તારીખ જાહેર કરાશેઃ પુછપરછ માટે દુકાનોએ જવું નહીં

પોરબંદર,તા.૧૦:કોરોના વાઇરસની મહામારીના લીધે લોકડાઉનની પરિસ્થિતિને કારણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જનહિતલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજયના મધ્યમ વર્ગીય પરીવારો કે જેઓ એપીએલ-૧ કેટેગરીના રાશનકાર્ડ છે કે જેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ હેઠળ અનાજ મળતું ન હતુ, તેવા તમામ ૬૦ લાખથી વધુ એપીએલ-૧ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ મહિના માટે કુટુંબ દીઠ ૧૦ કિ.ગ્રા દ્યઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. દાળ અને ૧ કિ.ગ્રા ખાંડ, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. પોરબંદર જિલ્લામાં આવેલી તમામ રાશનકાર્ડની દુકાનો પર લોકોએ પુછપરછ માટે ભીડ કરવી નહી. અનાજ વિતરણ અંગે તંત્ર દ્રારા તારીખો જાહેર કરવામાં આવશે જેની લોકોએ નોંધ લેવી તથા હાલ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું.

જે અન્વયે પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી – ૨૦૧૩ હેઠળ અનાજ મળતું ન હતુ તેવાએપીએલ-૧ કેટેગરીના રાશનકાર્ડ ધારકો માટે સરકારશ્રી તરફથી અનાજનો પુરતો જથ્થો ફાળવવામાં આવ્યે, આ અંગે રાશનકાર્ડની દુકાનો પરથી વિતરણ કરવા અંગેની તારીખો જાહેર કરવામાં આવશે. જેથી હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ ધ્યાને લેતા ખોટી ગેરસમજથી દુકાનો કે કોઇ કચેરી ખાતે જવુ નહી/ પુછપરછ માટે ભીડ કરવી નહી. તબક્કાવાર વિતરણ અંગેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી વિવેક ટાંકની યાદીમાં જણાવાયું છે.

(1:16 pm IST)