Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બીલખામાં મહિલાને ડાકણ કહી સાત મહિલા સહિત ૯નો હુમલો

જુનાગઢ તા. ૧૦: બીલખામાં એક મહિલાને ડાકણ કહી તેણી ઉપર સાત મહિલા સહિત ૯ શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી.

જુનાગઢ જિલ્લાનાં બીલખા

ખાતે ઉપલાપરામાં રહેતા શારદાબેન કિશોર ચાવડા (ઉ.વ. ૪૮) નામની મહિલાને છેલ્લા છ મહિનાથી પાડોશી મહિલાઓ ડાકણ કહી ચીડવતા હતા.

આ બાબતે અવાર નવાર બોલાચાલી પણ થઇ હતી. દરમ્યાનમાં ગઇકાલે સાંજે શારદાબેન તેનાં ઘરે જતા હતા.

ત્યારે શારદાને ડાકણ કહી તેઓ ઉપર સવિતા નનકુભાઇ, સતીષ નનકુ, વિજુબેન ચંદુભાઇ, રેખા દિલીપભાઇ, સબુબેન દિલીપ, મનીષા વિજય સાયરા, શીલુબેન જીતાભાઇ સાપરા, રમા બાબુ પરમાર અને ચંદુ જવનભાઇ પરમારે ઉશ્કેરાઇ જઇને લાકડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

(1:20 pm IST)