Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઓનલાઇન ફ્રોડમાં ગુમાવેલી રકમ મોરબી એલસીબીએ પરત અપાવી

હળવદના રણજીતગઢના મહિલાના ખાતામાંથી રકમ ચાઉં થઇ 'તી

મોરબી,તા.૧૦: હળવદના ગ્રામ્ય પંથકના એક વ્યકિત ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા હોય જેને મોરબી એલસીબી ટીમનો સંપર્ક કરતા એલસીબી ટીમે ટેકનીકલ મદદથી ગુમાવેલી રકમ પરત અપાવી છે

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રણજીતગઢ ગામના કિરણબેન પ્રભુભાઈ હડીયલના બેંક એકાઉન્ટમાંથી ગત તા. ૦૫ ના રોજ ફોન પે એપ્લીકેશનમાં નોટીફીકેશન આવતા એકસેપ્ટ કરતા અલગ અલગ ટ્રાન્ઝેકશન મળીને કુલ રૂ ૧૮,૩૯૯ ઓનલાઈન ટ્રાન્સફર કરી ફ્રોડ થયેલ હોય જે મામલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાએ તપાસ કરી હતી અને એલસીબી ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઇન  ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઈન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂ ૧૮,૩૯૯ બેંક ખાતામાં પરત અપાવ્યા છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:44 am IST)