Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

તબલીક જમાત સાથે જોડાયેલ ધાર્મિક સ્થળો શીલ કરવા માંગ

ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટની વડાપ્રધાન-મુખ્યમંત્રીને રજુઆત

જામનગર, તા.૧૦: ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રીતક ભટ્ટે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર પાઠવી તબલીકી જમાતને જોડતા ધાર્મિક સ્થળોને શીલ કરવાની માંગણી કરી છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે દુનિયાભરમાં આજે કોરોના મહામારી રોગ રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે ભારત પણ આ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. આવા સમયે આપણા દેશને સાથ સહકારની જરૂ છે. અત્યારે તબલિક જમાતે દેશમાં સડો ફેલાવવાનું કામ કર્યુ છે. હાલ કોરોનાને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં યોજાયેલ તબલિકી સમાજના મરકઝમાં હાજર રહેલા લોકોમાં કુલ ૯૦૦૦ લોકોની ઓળખ થઇ જેમાં ૧૩૦૦ થી વધુ વિદેશી હતા અને દેશના અનેક રાજયોમાં ફેલાઇ ગયા છે એટલું જ નહીં દેશમાં વધુમાં વધુ તબલિક જમાતમાંથી કોરોનાનો ફેલાવાનો આંકડો વધી રહ્યો છે અને આ જમાતના લોકો તેમને જોડતી મસ્જિદ, દરગાહ કે મદરેશામાં છીપાઇને બેઠા છે. હાલ ૭૦ ટકા કોરોના તબલિક જમાતના લોકોથી ફેલાઇ રહ્યો છે. તેવી શંકા સહેવાય રહી છે. દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાં હાજરી આપનાર લોકોમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. હરિયાણા, હિમાચલ, આસામ, તમિલનાડુ, દિલ્હી, કાશ્મીર, તેલંગણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અંદાબાર નિકોબાર અને ગુજરાત સહિતના રાજયોનો સમાજેશ થઇ ચૂકયો છે.

ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આવા તબલિકી જમાતીને જોડતા તમામ ધાર્મિક સ્થાનો જેવા કે મસ્જિદ, દરગાહ, માદરેશા, પર પ્રતિબંધ મૂકી શીલ કરવા હિન્દુ સેનાએ માંગણી કરી છે અને તબલિક જમાતના કોરોના પોઝીટીવ ની ઊંડી તપાસ કરી ખરેખર કોઇ ષડયંત્ર છે તે જાણીને દેશ નિકાલ કરો કા તો દેશદ્રોહી મુજબનો ગુન્હો દાખલ કરવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટે પ્રશાસન અને સરકાર પાસે માંગણી કરી છે.

(1:19 pm IST)