Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ધ્રોલના મોટા વાગુદળ ગામે પુત્રની હત્યા

અવારનવાર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હોઇ પિતા ચંદુભાને ક્રોધ ચડી ગયો : પુત્ર ક્રિપાલસિંહને પતાવી દીધો

જામનગર તા. ૧૦ : હાલારમાં પિતાએ પોતાના પુત્રને જ શરાબના લીધે ક્રોધિત થઇને પતાવી દીધાનો બનાવ બન્યો છે.

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અવીરાજસિંહ ચંદુભા જાડેજા રહે. મોટા વાગુદળવાળાએ ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી અવીરાજસિંહના ભાઇ ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદુભા જાડેજા દારૂ પીને અવાર-નવાર ઘરના સભ્યો સાથે ઝઘડો કરી મારકુટ કરતો હોય અને ગઇરાત્રીના ક્રિપાલસિંહ પોતાના પિતા ચંદુભા કલુભા જાડેજા સાથે વાડીએ ઝઘડો કરતા આરોપી ચંદુભા કલુભાને ક્રોધ આવતા ક્રિપાલસિંહને જમીન પર પાડી દઇ પોતાના હાથ વડે ગળાટૂંપો આપી ખંભા ઉપર તથા મોઢા ઉપર ઢીકાપાટુનો માર મારી મોત નિપજાવી ગુનો કરેલ છે.  આ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધતા ધ્રોલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

ધ્રોલનાં મોટા વાગુદળમાં પુત્ર વારંવાર માતા-બહેનને પણ ગાળો ભાંડતોઃ દારૂ પીને મારકૂટ કરતો

જામનગર,તા.૧૦: હાલારના બન્ને જીલ્લાઓમાં અમલવારી વચ્ચે હત્યાઓનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટાવાગુદળ ગામે પુત્રની હરકતોથી કંટાળી જઇને પિતાએ જ સહનશકિતની હદ આવતા પુરને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવી છે.

પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ સામે વસવાટ કરતા અને ખેતીકામ કરતા ચંદુભા કલુભા જાડેજાને બે પુત્રો અને એક પુત્રી એમ ત્રણ સંતાનો છે.

ત્રણ સંતાનો પૈકી સૌથી મોટો પુત્ર ક્રિપાલસિંહ ઉર્ફે કાનો ચંદુભા જાડેજા છેલ્લા કેટલાક સમયથી દારૂની લતે ચઢ્યો હોફ અવારનવાર દારૂ પીને ઘરે આવ્યા બાદ ઘરના સભ્યો સાથે ગાળાગાળી અને મારકૂટ કરતો હોય અને તેમાં તેની માતા અને બહેનને પણ ગાળો ભાંડતો  હોવાના બનાવો અવારનવાર બનતા હતા. ધ્રોલ પી.એસ.આઇ કાંટેલિયા તેમજ સ્ટાફને થતા તેવો પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સાંભળી અને પિતા સામે હત્યાઓ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(12:59 pm IST)