Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભાવનગર જિલ્લામાં ૨૪ વ્યકિતના શંકાસ્પદ 'કોરોના'ના સેમ્પલ લેવાયા

તળાજા આરોગ્ય વિભાગના ૧૧ કર્મચારીઓ ભાવનગર આરોગ્યની કામગીરીમાંથી પરત ફરતા નિરીક્ષણ

ભાવનગર તા.૧૦ : રાજયનું આરોગ્ય વિભાગ ગામડાઓ સુધી કોરોના ની મહામારી સામે લોકોને બચાવવા માટે વધુને વધુ સક્રિય થઇ રહયુ છે. જેને લઈ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ દ્વારા કોરોન્ટાઈન કરેલ શંકાસ્પદ લાગતા વ્યકિતઓનું સેમ્પલીગ લેવાનુ શરૂ કરવામાં આવેલ છે. અહીંના આરોગ્ય વિભાગ ના અગિયાર સહિત ચોવીસ વ્યકિતઓના સેમ્પલીગ લઈને ભાવનગર મોકલવામાં આવ્યા છે.

શંકાસ્પદ લાગતા વ્યકિતઓને તળાજાથી સેમ્પલીગ કરવા માટે ભાવનગર મોકલવા પડતા હતા.પણ રાજય સરકારે તાલુકા મથક સુધી શંકાસ્પદ વ્યકિત ના સેમ્પલીગ લેવાઈ શકે તે માટે તળાજા બ્લોક હેલ્થના ત્રણ એમ.બી.બી.એસ ડોકટર નિલેશ પટેલ,ડો.જીતુભાઇ પરમાર, (ત્રાપજ), ડો.મનોજભાઈ જાની(ભદ્રાવળ)ને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે તળાજા બ્લોક હેલ્થના અગિયાર પુરુષ આરોગ્ય કાર્યકર ભાવનગર મ્યુનિ.માં આરોગ્યની કામગીરી માટે ગયા હતા. આ તમામને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.તેની સાથે તમામના સેમ્પલીગ લેવામાં આવ્યા છે. કુલ ૨૪ વ્યકિતના સેમ્પલીગ લઈ વેકસીન કેરિયરમાં પેકીંગ કરી લેબ.ટેકિનશિયન સાથે માઈક્રો બાયોલોજી વિભાગમાં મોકલી આપવામાં આવેલ છે.(

(10:43 am IST)