Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભાવનગર હોસ્પિટલમાંથી 'કોરોના' પોઝીટીવ દર્દીને રજા અપાઇ

ભાવનગર તા. ૧૦ : ભાવનગરમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી કોરોના મુકત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ભાવનગરના સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી નજીક આવેલ ઇન્ડીયા હાઉસમાં રહેતા તૌફિકભાઇ હારૂનભાઇ શેખનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો થતાં તેમનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટ નેગેટીવ આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારના જસુભાઇ જાંબુચા બાદ તૌફિકભાઇ કોરોના મુકત થતાં ભાવનગરમાં કુલ બે કોરોના પોઝીટીવ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(10:42 am IST)
  • રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર લેતા કોરાના પોઝિટીવ મયૂરધ્વજસિંહ ઝાલા અને પ્રિયદર્શનસિંહ જાડેજાનો બીજો રીપોર્ટ પણ નેગેટીવ આવતા આજે સાંજે હોસ્પિટલથી રજા મળશે. access_time 6:43 pm IST

  • રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલા રામધામ આશ્રમના 150 ભાવિકો અયોધ્યામાં રોકાઈ જવા મજબુર : 16 માર્ચના રોજ રામધૂન કરવા અયોધ્યા ગયા હતા : 5 એપ્રિલના રોજ પરત આવવાના હતા : લોકડાઉનને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી access_time 7:48 pm IST

  • રાજકોટમાં લોકડાઉનના અમલ માટે શહેરભરમાં કડક બંદોબસ્ત :કોટેચા ચોક, કેકેવી સર્કલ, રેસકોર્ષ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો : રણછોડનગર, રેલનગર, રૈયા ગામ, મવડી સહિત અનેક વિસ્તારોમાં છૂટથી અવર-જવર : સોસાયટીઓમાં લોકોના જામતા ટોળા પર આવશે લગામ access_time 11:55 pm IST