Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બાબરાના રાણપર પાસે ચૈતન્ય હનુમાનજી આશ્રમમાં ખોપડી-હાડકાઓ સળગેલ હાલતમાં મળતા ખળભળાટ

છેલ્લા પાંચ વર્ષથી મંદિરમાં રહેતા સાધુ અને સાધ્વી હાલ હાજર નથી : સળગાવેલ કંકાલ કોનું ? ઘુંટાતું રહસ્ય

 

અમરેલીના બાબરા નજીક રાણપર ગામથી ત્રણ કિમી દુર ગરણી રોડ આવેલ ચૈતન્ય હનુમાનજીના આશ્રમે ઘુણાવળી મકાનની અંદર સળગાવેલ રાખમાં ખોપડી તથા હાડકાઓ સળગેલ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

  અંગે બાબરા પોલીસ મથકમાં સામાજીક કાર્યકર રાણપર ગામના પરેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકીએ બાબરા પોલીસને જાણ કરતા જે માનવ લાશના છે કે કેમતે કહી શકાય તેમ હોય અંગે બનાવી તપાસ પી એસ આઇ પી.લી. પંડ્યાએ વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીના સમય હોવાથી બનાવ વાળી જગ્યાએ આજે દિવસના એફએસએલ ડોગ તથા ફિંગર એકસપર્ટની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે બાદમાં રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ જાણી શકાશે.

  મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી એક સાધુ અને સાધ્વી રહેતા હતા. હાલ બંનેમાંથી કોઇ હાજર નથી. સળગાવેલું કંકાલ કોનું છે તે અંગે રહસ્ય ઘૂંટાતું જાય છે.

(12:13 am IST)