Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉન વચ્ચે દામનગરની વાડીમાં ભજીયા પાર્ટી ભારે પડી : જાગૃત નાગરિકે તસવીરો વાયરલ કરી દેતા પોલીસ પહોંચી

જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ

 

કોરોના વાયરસને ફેલાતો અટકવવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે બીજીતરફ કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો લોકડાઉનનું પાલન નહીં કરીને કોઈપણ રીતે મોજ મજામાં તરબોળ રહેવા માનતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે.

 અમરેલીના દામનગરમાં પાંચ શખ્સો લોકડાઉ વચ્ચે વાડીમાં ભજીયા પાર્ટી કરવા પહોંચી ગયા હતા. એક જાગૃત નાગરિકે પોલીસને અંગેની તસવીરો વોટ્સએપ પર મોકલી આપી હોવાથી પોલીસે વાડીમાં ભજીયા પાર્ટી કરતા પાંચ યુવાનો સામે દામનગર પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરીને  કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી

 અત્રે ઉલેલ્ખનીય છે કે અગાઉ સુરતમાં પણ ધાબા પર ભજીયા પાર્ટી કરી રહેલા કેટલાક તત્વોને પોલીસના ડ્રોન કેમેરાએ પકડી પાડ્યા હતા. પોલીસની ત્રીજી આંખ ગણાતા ડ્રોન કેમેરામાં ઝડપાયેલો ભજીયા પાર્ટીનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો જાહેરનામાનો ભંગ કરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નહીં કરીને પોતાનું તેમજ અન્ય લકોની જીવન જોખમમાં મુકી રહ્યા છે.

(12:00 am IST)