Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ગોંડલ તાલુકા પોલીસે ઠગાઇના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લીધા

પી.એસ.આઇ. એ.વી.જાડેજાની ટીમે યુપીમાંથી બંનેને દબોચી લીધાઃ ટ્રક અને ૨.૪૬ લાખની રોકડ રકમ કબ્જે કરાઇ

ગોંડલ, તા.૧૦: ગોંડલ તાલુકા પોલીસે છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને યુપીમાંથી ઝડપી લીધા હતા.

ગોંડલ તાલુકા પોલીસના પીએસઆઇ એવી જાડેજા દ્વારા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ, દિગપાલસિંહ ગોહિલ, ભગીરથસિંહ, રાજદીપસિંહ ચુડાસમા તેમજ ક્રિપાલસિંહ હરદેવસિંહ જાડેજા સહિતની ટીમને અનડિટેકટ ગુનાઓના કામ સબબ ઉત્તર પ્રદેશના મોકલાયા હતા દરમિયાન છેતરપિંડીના ગુનામાં નાસી ગયેલ ઉત્તમ લલનભાઇ મિક્ષા રહે.સુખપુર ઉત્તરપ્રદેશ મળી આવતા ેની ધરપકડ કરી હતી તેમજ તેનો સાગરીત મોહમ્મદ અયુબ અન્સારી હાલ રાજકોટવાળાની ધરપકડ કરી ટ્રક નં.જીજે.૧૨વાય૭૭૩૪ કિંમત રૂપિયા ૪૫૦૦૦૦ તેમજ રોકડા રૂપિયા ૨૪૬૦૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:58 am IST)