Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

દેલવાડા-વેરાવળ અને જૂનાગઢ-દેલવાડા મીટરગેજ ટ્રેનનો સમય ન બદલાતા હરમડિયા ગામે પ્રતીક ઉપવાસ-આંદોલન કરશે

કોડીનાર, તા.૧૦: રેલ્વે તંત્ર દ્વારા દેલવાડા-વેરાવળ અને જૂનાગઢ-દેલવાડા મીટરગેજ ટ્રેનના ટાઇમમાં ફેરફાર કરાયા બાદ આ વિસ્તારના લોકો દ્વારા ફરી જુના ટાઇમે ટ્રેન દોડાવવા વારંવાર રજૂઆતો કરવા છતાં રેલ્વે તંત્ર દ્વારા કોઇ પગલાં ના ભરાતા આજથી હરમડિયા ગામ સહિતના આજુબાજુના ગામડાના લોકો પ્રતીક ઉપવાસ ઉપર બેસી રેલ્વે સામે લડતની શરૂઆત કરનાર છે. આ અંગે હરમડિયા ગામના સામાજીક કાર્યકર વિપુલભાઇ કાન્તીભાઇ જોબનપુત્રાએ રેલ્વે તંત્રને અવારનવાર પત્ર પાઠવી દેલવાડા વેરાવળ અને જૂનાગઢ-દેલવાડા ટ્રેનના રેલ્વે તંત્રે બદલેલા સમયના કારણે મુસાફરોને ભારે હાલાકી થઇ રહી હોવાનું અને હોસ્પિટલે જતા દર્દીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મજૂર વર્ગને આ સમય અનુ કૂળ પડતો ન હોય ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, ઉપરોકત ટ્રેનનો સમય બદલવા વારંવાર રજૂઆતો કરવા છતાં રેલ્વે દ્વારા કોઇ નિરાકરણ ન આવતા હરમડિયા અને આજુબાજુના ગામડાના લોકોએ જો તા.૧૦-૪થી હરમડિયા ગામે ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારતા આજથી હરમડિયા ગામે ગરબી ચોકમાં મોટી સંખ્યામાં લોકો નિર્ભર રેલ્વે તંત્ર વિરૂધ્ધ પ્રતીક ઉપવાસ ઉપર બેસી લડતની શરૂઆત કરશે.

(11:57 am IST)