Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

મોહનભાઈ કુંડારિયા ખોડલધામ દર્શને

રાજકોટઃ. લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાએ આજે વિરપુર પાસે ખોડલધામની મુલાકાત લઈ માં ખોડિયારના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે રાજકોટ તાલુકા-જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘોઘુભા જાડેજા, નાગદાનભાઈ ચાવડા, બાબુભાઈ નસિત, ચેતન પાણ, મુકેશ તોગડિયા, ચેતન રામાણી, કિશોર પાંભર વગેરે સાથે રહ્યા હતા.

(11:56 am IST)