Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ભાણવડમાં પાક વિમાના પ્રશ્ને ખેડૂતોનું આવેદન

ભાણવડ : વર્ષ ર૦૧૮/૧૯ ના વર્ષ દરમ્યાનના વરસાદી આંકડા મુજબ ભાણવડ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ સરકારે મગફળીનો વિમો ચુકવેલ છે. પરંતુ આ વર્ષમાં ખેડૂતોને મગફળીમાં જેટલું નુકસાન ગયેલ છે તેના કરતા પણ વધુ નુકસાન કપાસના પાકમાં થવા પામેલ છે. ઉપરાંત બેંકો દ્વારા મગફળી કરતા કપાસના પાકનું વિમા પ્રીમીયમ પણ ખૂબ જ ઉચુ વસુલવામાં આવતું હોય છે. ત્યારે આ કપાસનો પાક આ વર્ષે સદંતર નિષ્ફળ રહ્યો હોવા છતાં સરકાર કે વિમા કંપનીએ વિમો ચુકવેલ ન હોઇ ભાણવડ શહેરના આશરે દોઢસો જેટલા ખેડૂતોએ આજે મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલીક ઘટતુ કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. એ મુજબની ચીમકી ઉચ્ચારેલ હતી.

(11:46 am IST)