Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

જામકંડોરણા વૈભવ કપનો ફાઇનલ મેચ પાવન ઇલેવન ગોંડલ સામે ઉપલેટા ક્રિષ્ના ઇલેવનની જીત

ધોરાજી, તા.૧૦: જામકંડોરણાના જસાપર ખાતે આવેલ ફાર્મ હાઉસ સ્ટેડિયમમા વૈભવ કપ ૨૦૧૯ ક્રિકેટ ટુર્નામેટનો દબદબાભેર સંપન્ન થયો છે પાવન ઈલેવન ગોંડલ તથા ક્રિષ્ના ઈલેવન ઉપલેટા સાથે ફાઈનલ ક્રિકેટ મેચ ભારે રોમાંચક સાથે ઉપલેટા ઈલેવનની જીત થઈ હતી કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિત રાજકીય આગેવાનોએ હાજર રહી આ ફાઈનલ મેચ નિહાળ્યો હતો અને વિનર ટીમને વૈભવ કપની ટ્રોફી એનાયત કરી ૫૦ હજારનુ રોકડ ઈનામ વિતરણ કરાયુ હતુ જયારે રનર્સ ટીમ ગોંડલ પાવન ઈલેવનને ૨૫ હજાર સાથે ટ્રોફી આપી હતી બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર ખેલાડીઓ પણ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા હજારો સંખ્યા આવેલા પ્રેક્ષકો એ આ ઉપલેટા અને ગોંડલ વચ્ચે રસાકસી થયેલ ફાઇનલ મેચ માણ્યો.

(11:46 am IST)