Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ભાવનગરમાં ચોરાઉ એકટીવા સાથે ઝડપાયો

ભાવનગર, તા.૧૦:  બાતમી આધારે સહકારી હાટ, પ્લોટ ગેટ ચોકી પાસે આરોપી સંદિપભાઇ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા/કોળી ઉ.વ. ૨૩ ધંધો- પ્રા. નોકરી રહે. રામતીર્થ સોસાયટી પ્લોટ નં. ૨૬, સરદારનગર, ભાવનગર વાળાને એક શંકાસ્પદ રજી કાગળો વિનાના એકટીવા સ્કુટર રજી. નં. GJ04-CN-6625 તથા ચેચીસ નંબર ME4JF505KGU456137 તથા એન્જીન નંબર JF50EU34455699 ના કી.રૂ. ૩૦૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

સદર મો.સા.ની પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી મો.સાના. રજી. નંબર ઉપરથી ખરાઇ કરતા સદર એકટીવા સ્કુટરઙ્ગ ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી થયા અંગે ફરિયાદ થયેલ છે. આમ એસ.ઓ.જી. પોલીસે શહેરમાં થયેલ વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના સ્કુટર સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા મહાવિરસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમા તથા શરદભાઇ ભટ્ટ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.

(11:42 am IST)