Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ગીર મધ્યે આવેલ શ્રી કનકાઇ માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે મહોત્સવ

૧૨મીથી પ્રારંભ વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 સરધાર તા.૧૦:૮૪ જ્ઞાતિના કુળદેવી એવા શ્રી કનકાઇ માતાજી (ગીરમધ્યે)ના મંદિરે ચૈત્ર નવરાત્રી નિમિતે ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છેે. જેમાં માં ની સ્તુતિ વંદના તા. ૧૨ને શુક્રવારે સંધ્યા સમયે થશે આઠમને તા. ૧૩ના હવન અષ્ટમી નિમિતે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારે ૮ કલાકથી પૂજા વિધિનો કાર્યક્રમ શરૂ થશે. શ્રીફળ હોમવાનો પૂર્ણાહુતિ હોમ સાંજે ૪.૩૦ કલાકે મુખ્ય મનોરથી શ્રી અનિલભાઇ અમૃતલાલ શાહનો પરિવાર બીરાજશે.

રવિવારે રામ જન્મોત્સવ સંત શિરોમણી શ્રી સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ જાળીયા) તથા પૂજય વરૂણાનંદ સરસ્વતી, પૂજય રામેશ્વરાનંદ સરસ્વતી દ્વારા સવારે ૯.૩૦ કલાકેથી ઉજવવામાં આવશે. રામનવમીના મુખ્ય મનોરથી શ્રી કાનજીભાઇ કલ્યાણજીભાઇ કાનગડ રહેશે. ચૈત્રનવરાત્રી મહોત્સવ પ્રસંગે પધારેલ માઇ ભકતો, મહાનુભાવોનું સન્માન તથા આભારવિધિ સંસ્થાના પ્રમુખશ્રી નરેન્દ્રકુમાર કે જાની ઉપપ્રમુખશ્રી દીપકભાઇ ડી. ગાંધી તથા મંત્રીશ્રી હિતેષભાઇ પંડયાના હસ્તે થશે

ભકતો માટે પસાદી(ભોજન) સવારે તેમજ સાંજે રાખેલ છે. કનકાઇ મુકામે જવા આવવા જૂનાગઢ તેમજ અમરેલીથી એસ.ટી. બસ મળશે તો માતાજીની સેવાનો લાભ લેવા દરેક માઇ ભકતો પૂજા અને મહાઆરતીનો લાભ લેવા શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ વતી મેનેજર શ્રી દેવાંગભાઇ ઓઝા પૂજારી શ્રી હરિભાઇ જાનીની યાદીમાં જણાવેલ છે.

(9:40 am IST)