Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

બસ સુવિધા પ્રશ્ને વિદ્યાર્થીઓ અકળાતા

વડીયાના રોડ વાવડી ગામમાં એસટી બસ રોકી ચકકાજામ કર્યો

વડીયા, તા.૧૦: એસટી નિગમના અધિકારીઓ દ્વારા સમજાવટનો પ્રયાસ બગસરા ડેપોની બગસરા રાજકોટ રૂટની એસટી બસને રોડવાવડી ગામે સ્ટોપ આપવા અંગે ગ્રામજનોએ એસટીની ઉચ્ચકક્ષાએ લેખિત આપેલ હતું છતાં પણ એસટી તંત્ર દ્વારા સ્ટોપ ન અપાતા ગઇકાલે રોડવાવડી ગામના વિદ્યાર્થી અને ગ્રામજનો દ્વારા બસરોકી રસ્તો ચક્કાજામ કર્યો ત્યારે આ અંગે તાબળતોબ બગસરા એસટી વિભાગના ઉચ્ચઅધિકારી અને ડેપો મેનેજર આર.એ.જોશી સહિતનો કાફલો રોડવાવડીગામે પહોંચી બગસરા રાજકોટ રૂટની બસને આજ થીજ રોડવાવડી ગામે સ્ટોપ આપવા મજૂરી આપેલ.

જયારે આઅંગે ડેપો મેનજર સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે અમોએ મીની એસટી બસ બગસરા રાજકોટ રૂટ પર શરૂ કરેલ હતી જેમાં છત્રીસ સીટીંગ હોવાના કારણે આ બસને નોનસ્ટોપ રાજકોટ શરૂ કરેલ હતી પરંતુ ગ્રામજનોની રજુઆત અને વિદ્યાર્થીઓના આંદોલનના કારણે  અમો બગસરા રાજકોટ રૂટની તમામ એસટી બસને રોડવાવડી ગામે સ્ટોપ આપવાનો નિર્ણય કરેલ છે.

(9:40 am IST)