Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

પાક વિમો નહિ મળે તો ખેડૂતો ઉપવાસ તથા આંદોલન કરશે ખેડૂતોની ચિમકી-ગઢળાના સરપંચ

ઉપલેટા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં નેતાઓને ખેડૂતોનો પ્રશ્ન પહેલા પાક વિમો પછી બીજીવાત

ઉપલેટા તા.૧૦: ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં ખેડૂતોને મગફળીનો પાક વિમો મળેલ નથી ત્યારે આ વિસ્તારનાં ખેડૂતોમાં ખુબ જ રોષની લાગણી જોવા મળે છે આ બાબતે ગઢાળાના સરપંચ શ્રી નારણભાઇ આહીરે જણાવેલ હતું કે આજે ભાયાવદર વિસ્તારનાં ગામોમાં બિલકુલ વાવણી લાયક વરસાદ પણ પડેલ ન હતો તેમજ આ તાલુકામાં મગફળીનો પાક બિલકુલ નિષ્ફળ ગયેલ હોય છતાં આ તાલુકાને મગફળીનો પાક વિમો મળેલ નથી એક બાજુ સરકાર આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરે છે બીજી બાજુ ખેડૂતોને અન્યાય કરે છે આ તાલુકાના ખેડૂતોને પાક વિમો મળેલ નથી તેવું અત્યારે સામાન્ય ખેડૂતો ખુલ્લેઆમ કહી રહ્યા છે આજે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં આવતા  નેતાઓને ખેડૂતો એક જ પ્રશ્ન પુછે છે મગફળીના પાક વિમા બાબતે શું છે આ તાલુકાને મગફળીનો પાક વિમો ચુકવવામાં નહી આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી આ તાલુકાના ખેડૂતોએ જણાવેલ હતું.

(9:38 am IST)