Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ભાવનગરમાં પાણીનાં ટાંકામાં પડી જતા માતા-પુત્રના મોત

ભાવનગર,તા.૧૦: ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્‍તારમાં પાણીનાં ટાંકામાં પડી જતાં માતા-પુત્રનાં કરૂણ મોત નિપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ વણકર સોસાયટીમાં રહેતા કંચનબેન જીજ્ઞેશભાઇ સુમરા ઉ.વ.૨૬ તેનો માસુમ પુત્ર દેવ ઉ.વ.૩ તેનાં ઘરમાં આવેલ પાણી ભરેલા ટાંકામાં પડી જતાં માતા-પુત્ર બંનેનાં કરૂણ મોત નિપજયા હતા. આ બનાવથી આ વિસ્‍તારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં જ ડી ડિવિઝન પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

(1:52 pm IST)