Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ખંભાળિયાના પરોડીયા ગામેથી ૧૧ બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયો

પ્રવિણ ભાચકનની વાડીએ પોલીસ ત્રાટકી

ખંભાળિયા, તા. ૧૦ :. તાલુકાના પરોડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે અરવિંદભાઈ દેવરાજભાઈ ભાચકનની વાડીએ પોલીસે ત્રાટકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ (કિં. ૮૮૦૦) દેશી દારૂ બનાવવાનો આથો ૭૦ લીટર કિં. રૂ. ૧૪૦ અને હેરાફેરીમાં ઉપયોગ કરેલા મો. સા. કિં. રૂ. ૪૦,૦૦૦ મળી રૂ. ૪૯,૪૪૦ સાથે પકડી લેવાયો હતો.

પૂછપરછમાં ગઢવી જીતુભાઈ વજાભાઈ ગામળાનું નામ ખુલતા પોલીસે ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.

વર્લી મટકાનો જુગાર રમતો શખ્સ પકડાયો

બીજા બનાવમાં ખંભાળીયા ખાતે તાલુકા પંચાયત રોડ પર પોલીસે ત્રાટકી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉંને રોકડ રૂ. ૭૪૦ અને સાહીત્ય સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)