Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વઢવાણમાં ખેતી પેટેના રૂ. ૧.૯૮ કરોડ વસુલવા ૮૦૦ બાકીદારોને નોટીસ

વઢવાણ, તા. ૧૦ :. વઢવાણ સરકારી લેણુ ભરવાની આળસ કરતા બાકીદારોને નોટીસો આપીને તંત્ર દ્વારા જગાડવાનો પ્રયાસ કરાયતો હતો. જેમા વઢવાણ, શાનપર, દુધરેજ મહેસુલી વિસ્તારના ખેતી બીનખેતીના ૮૦૦ બાકીદારો પાસે નીકળતી રૂ. ૧.૯૮ કરોડ રકમ ત્રણ તબક્કામાં જમા કરાવવા તલાટી સ્ટેટ દ્વારા નોટીસો ફટકારવામાં આવી હતી. જેમા ૨૭,૯૫,૭૫૮ની વસુલાત કર્રીાઈ હતી. આથી બાકીદારોમા ફફડાટ ફેલાયો છે.

વઢવાણ શાનપર, દુધરેજ, મહેસુલી, ખેતી-બીનખેતીના બાકીદારો પાસે બાકી નીકળતી રકમની ઉઘરાણી માટે તંત્રને દર વર્ષે કડક કાર્યવાહીના પગલા લેવા પડે છે તેમ છતા બાકી રકમ ભરવામા આળસુ એવા બાકીદારો અંદાજે બે થી પાંચ વર્ષ સુધી ભરતા જ નથી ત્યારે બાકી રકમની વસુલાત માટે તંત્રે કાયદેસરની કાર્યવાહી સાથે કામગીરી કરી હતી.

(1:13 pm IST)