Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

મોરબી જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

મોરબી :૭ મી એપ્રિલ ૨૦૧૮ ના વિશ્વ આરોગ્ય દિનનું સૂત્ર 'યુનિવર્સલ હેલ્થ કવરેજ', એવરીવન એવરી વ્હેર 'હેલ્થ ફોર ઓલ' તેમજ સૌના માટે આરોગ્ય' સૂત્ર સાથે ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે મોરબી જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના જુદા જુદા સ્થળોએ ગુરુશિબિર, લઘુશિબિર તેમજ શાળા કોલેજોમાં રેલી, સાહિત્ય વિતરણ અને પ્રદર્શન જેવા કાર્યક્રમો  તેમજ દર્દીઓ માટે કેમ્પ યોજવામાં આવેલ જેમાં દર્દીઓને બી.પી. તથા ડાયાબિટીસ ની તપાસણી કરેલ આ ઉપરાંત લોકો માં આરોગ્ય બાબત જાગરૂકતા આવે તે માટે આરોગ્ય સ્ટોલ તથા પ્રદર્શન ગોઠવવામાં આવેલ. તથા આરોગ્ય જાગરૂકતા અંગેનું સાહિત્ય વિતરણ કરવામાં આવેલ.જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. તસ્વીરમાં પ્રોગ્રામમાં જોડાયેલ કાર્યકરો નજરે પડે છે.

(1:05 pm IST)