Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ધોરાજી ફોટો એન્‍ડ વીડિયો ગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન

ધોરાજી : ફોટો એન્‍ડ વિડીયો એસોસિએશન દ્વારા ધોરાજીના ધારાસભ્‍ય લલિત વસોયાને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના જીલ્લા તથા તાલુકા ફોડો-વિડીયોગ્રાફર એસોસીએશનો દ્વારા ટી-સીરીઝ કંપની એટલે કે સુપર કેસેટ ઇન્‍ડસ્‍ટ્રીઝનો વિરોધ કરવા માટે ગાંધી ચિંધ્‍યા માર્ગે એક રેલીનું આયોજન કરેલ છે.

સૌ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર લોકોના ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું વિડીયો કવરેજ કરીએ છીએ જેની અંદર વિડીયો શુટીંગ દરમિયાન આવેલા ઘોઘાટને દબાવવા માટે વર્ષોથી  જુદી જુદી જાતના ઇન્‍સ્‍ટુમેટલ સોંગ અને ફિલ્‍મી ગીતોનો ઉપયોગ કરીએ છીએ. જે માત્રને માત્ર પાર્ટનિા પર્સનલ ઘરમાં જોવા માટે હોય છે. લગ્નની કેસેટ હોઇ થિયેટરમાં કે ટેલીવીઝન બ્રોડકાસ્‍ટ કરવા  માટે બનાવતા નથી. નિયમ મુજબ ધાર્મિક કાર્યોમાં ઓડીયો મુકવો એ કોઇ ગુનહો  નથી છતા પણ ટી-સીરીઝ જેવી રેપ્‍યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાયસન્‍સ લેવા ધમકાવે છે તેના સેલ્‍સ પર્સનો જાણે તેમની પ્રોડકટ ધાક-ધમકીથી વેચવા માટે નિકળ્‍યા હોય તેવું અમાનવીય વર્તન કરે છે અને એટલું જ નહીં સામાન્‍ય ફોટોગ્રાફર ઉપર રેડ કરી તેમના આજીવિકાના સાધનો કબ્‍જે કરી જપ્‍ત કરી લઇ જાય છે તેની ધરપકડ પણ કરાવે છે. જે જાણે તેમણે કોઇ મોટો ગુનો કર્યો હોય અમુક નાના નાના ફોટોગ્રાફરો માટે તો આજ એક આજીવિકાનું સાધન હોય છે તો ઘણા આ માટે ડરને કારણે પોતાનો ધંધો બંધ કરી કોમ્‍પ્‍યુટરો સગે-વગે કરી ધંધા વિહોણા બેઠા છે. સમાજમાં ફોટોગ્રાફર એક એવી જરૂરી વ્‍યકિત છે જે પોતાની આર્ટની મદદથી લોકોના પ્રસંગને આજીવન યાદગાર બનાવે છે તેને વિડીયોમાં ગીત મુકવા હોય તો તે પોતાના ઉપયોગ માટે કે ગીત મુકવાના એકસ્‍ટ્રા રૂપિયાનો ચાર્જ લેતા નથી.

 સામાન્‍ય ફોટોગ્રાફરને આ એક  પ્રાઇવેટ કંપની જે રીતે ડરાવીને પોતાની પ્રોડકટનું દબાણ પુર્વક લાયસન્‍સ લેવાની ફરજ પાડે છે તે શું વ્‍યાજબી છે ? જેના માટે તે કંપની વાર્ષિક રૂા.૧પ૦૦૦ ફી લેવા માંગે છે તો શું આ યોગ્‍ય છે ? આ બાબતે સરકાર અને પોલીસ વાત સાંભળે તેવો અનુરોધ છે.

આ ઉપરાંત કોપીરાઇટ એકટ - ૧૯પ૭ની કલમ પર મુજબ કોઇપણ ધાર્મિક સંસ્‍કરમાં વપરાતા ગીત, સંગીત કે મ્‍યુઝીક કોપીરાઇટમાં આવતા નથી.

(11:56 am IST)