Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ધોરાજી પાસે ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળી ગયો

વાડીમાંથી પસાર થતા વિજ વાયરના સ્‍પાર્ક થતા

ધોરાજી, તા. ૧૦ : ભુખી ચોકડી પાસે આવેલ કાનજીભાઇ શંભુભાઇ ઠુંમરની જામકંડોરણાના જુના માર્ગે આવેલ વાડીમાં આશરે ૧૦ વીઘામાં ઘઉંનો પાક ઉભો હતો અને ખેતરની ઉપર પસાર થતી એલ.ટી. લાઇનમાં ભારે પવનના કારણે તારમાં સ્‍પાર્કથતા ઘઉંના ઉભા મોલમાં એકએક આગ ફાટી નીકળતા થોડીવારમાં ભારે પવનના કારણે આગ એટલી વિકરાળ હતી અને આજુબાજુના ખેડૂતો ભેગા થયા પણ આગને કાબુમાં ન આવી અને થોડીવારમાં ઘઉંનો ઉભો પાક સળગી ગયો. આ બનાવની જાણ થતા જીઇબીના નાયબ એન્‍જીનીયર જે.એલ. અમૃતિયા, ઇજનેર એમ.જે. સોલંકી તેમજ સ્‍ટાફ સાથે આવી એલ.ટી. લાઇન બંધ કરેલ. આ આગમાં ઘઉં સળગી ગયા અને વાડીમાં ફીટ કરેલ ડીપ પણ સળગી ગયેલ. આ તકે ખેડૂતે રૂા. ર લાખ કરતા વધારે નુકસાન થયા અંગે જણાવેલ અને ખેડૂતોને થયેલ નુકશાન ચૂકવા ખેડુત સંઘે માંગણી કરેલ હતી.

(11:56 am IST)