Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ભાવનગરમાં વરલી રમાડતા ઝડપાયા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ  દ્વારા ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાને  સુચના આપવામાં આવેલ.એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન  પો.કો. ભીખુભાઇ બુકેરા તથા સત્યજીતસિંહ ગોહિલને હકિકત મળેલ કે,ચીમનભાઇ માલુભાઇ સોલંકી રહે.ગુ.હા.બોર્ડ,કુંભારવાડા, ગંગાજળીયા તળાવની સામે આવેલ સાગર કોમ્પ્લેકસની નીચે ભોંયતળીયે મોબાઇલ ઉપર તથા રૂબરૂમાં  વરલી મટકાનો જુગાર પૈસા વડે લે છે. તેવી હકિકત આધારે આવી રેઇડ કરતાં બોલપેન-૧, ઇન્ટેકસ કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૧,૦૦૦/-તથા રોકડ રૂ.૩૩,૩૧૦/- મળી કુલ રૂ.૩૪,૩૧૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.આ વરલી મટકાનાં આંકડા તેઓનાં શેઠ ધર્મેન્દ્દભાઇ ઉર્ફે ટાઇગર મણીલાલ વાઘેલા રહે.મુળ- વડવા, ખાડીયા કુવા પાસે, સુરત વાળાનાં કહેવા મુજબ અને તેઓની પાસે કપાત કરાવતાં હોવાનું જણાવેલ.જેથી તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,કિરીટસિંહ ડોડિયા,ગુલમહંમદભાઇ કોઠારીયા,મહિપાલસિંહ ગોહિલ,  વિગેરે  જોડાયા હતાં.

(11:36 am IST)