Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ધોરાજી નગરપાલિકા દ્વારા મામલતદાર કચેરી-સરકારી હોસ્પીટલમાં સાફ-સફાઈ

ધોરાજી, તા. ૧૦ :. ધોરાજી નગરપાલિકાના એનીટેશન વિભાગ દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ હેઠળ જાહેર સેવાના એકમોમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.

એનીટેશન વિભાગના હનીફમીંયા સૈયદના આયોજન હેઠળ ખાસ ઝુંબેશમાં ધોરાજી કે.ઓ. શાહ કોલેજ, સરકારી હોસ્પીટલ, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, કોર્ટ તેમજ શહેરમાં મહાપુરૂષોના સ્ટેચ્યુ (પ્રતિમા)ની સાફસફાઈ હાથ ધરાઈ હતી.

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે, શહેરમાં નિયમીત સ્વચ્છતા જાળવવામાં નગરપાલિકાના પ્રયત્નો પ્રમાણિક અને ઉત્કૃષ્ઠ છે. કાલની સ્થિતિએ સફાઈ કામગીરી સારી રીતે ચાલી રહી છે. સ્વચ્છતા જાળવવા માટે નગરજનોએ પણ પોતાની ફરજ, જવાબદારી સમજી સહકાર આપવો જોઈએ.

ધોરાજીમાં સ્વચ્છતાના માધ્યમથી લોકોના આરોગ્ય અને શહેરની શોભા જળવાઈ તે માટે આગામી સમયમાં સફાઈ માટેના વિશેષ પ્રોગ્રામ નક્કી કરાશે તેમ એનીટેશન વિભાગને ચેરમેન હનીફમીંયાએ જણાવેલ.

ઉપરોકત કાર્યક્રમમાં કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા, વોટર વર્કસના અમીશભાઈ અંટાળા, પ્રિન્સીપાલ ડો. સી.વી. બાલધા અને સ્ટાફ હાજર રહ્યા હતા.

(10:46 am IST)