Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

કુવાડવામાં ગુણોત્સવ

કુવાડવા :તા.શાળામાં ગુણોત્સવ અંતર્ગત શૈક્ષણિક મુલ્યાંકન કરતા સાંસદસભ્ય શ્રી મોહનભાઇ કુંડાળિયાની ઉપસ્થિતિમાં થયુ હતુ. તેઓએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય જ્ઞાન પ્રશ્નોતરી કરી હતી. વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરવાની સાચી શિખ આપી હતી અને ઉજ્જવળ ભાવિની શુભકામના પાઠવી હતી. કુવાડવા તા.શાળાની બાળાઓએ આવેલ સાંસદ સભ્યશ્રી તેમજ અધિકારીઓ તથા ગામના આગેવાનોનું કંકુ ચોખાનો ચાંદલા કરી ફુલોથી સ્વાગત કર્યુ હતુ. વિદ્યાર્થીઓએ પ્રાર્થના, ધુન-ભજન, બાળગીતની કૃતિઓ રજૂ કરેલ હતી. કાર્યક્રમમાં સાંસદ સાથે તા.પ્રા.શિ. અધિકારી વનરા સાહેબ તથા ડી.એલ.આર વિભાગમાંથી કાકડીયા તથા કુવાડવા ગામના સરપંચશ્રી સંજયભાઇ પીપળીયા, પૂર્વ તા. પંચાયત સદસ્ય મુકેશભાઇ કાકડીયા તથા રમેશભાઇ સોઢા, ચનાભાઇ રામાણી, કાનજીભાઇ દુધાત્રા તેમજ શાળાના આચાર્યશ્રીઓ તથા તમામ શિક્ષક સ્ટાફ હાજર રહેલ. સાંસદના સ્વાગતની તૈયારી.

(10:44 am IST)