Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ભાયાવદરના એસ.ટી.બસ સ્ટેન્ડ પ્રશ્ને પટેલ સેવા સમાજના આગેવાનો ગાંધીનગર રજુઆત કરશે

ભાયાવદર તા. ૧૦:શ્રી પટેલ સેવા સમાજ ખાતે પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો, વેપારી આગેવાન, ભાઇઓ તથા બહેનોની એક મિટીંગ શ્રી પટેલ સેવા સમાજના મંત્રીશ્રી ડો.એ.જી.પટેલ નેજા હેઠળ મળેલ હતી. આ મીટીંગમાં આશરે ૧૫૦૦ જેટલા પાટીદાર ભાઇઓ તથા બહેનો હાજર રહ્યા હતાં.

મીટીંગમાં પટેલ સેવા સમાજે વર્ષ ૧૯૮૦માં ભાયાવદર શહેરને એસ.ટી.ની સારી સુવિધા મળે માટે બસ સ્ટેન્ડ બનાવવા માટે પટેલ સમાજની માલિકીની જગ્યા માત્ર ૧ રૂ.ના ટોકન ભાડે ૫૦ વર્ષ એટલે કે ૨૦૩૦ સુધી ગામને સારી સુવિધા મળે તે હેતુથી  આપેલ છે. હાલ એસ.ટી.નિગમ દ્વારા ભાયાયદરના બસ સ્ટેન્ડને આધુનિક બનાવવા માટે રૂપિયા ર કરોડ ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવી કામગીરી ચાલુ કરવાની પ્રોસિજર હાથ ધરેલ છે પરંતુ હાલ શહેરમા આવેલ બસ સ્ટેન્ડનુ બિલ્ડીંગ સારી હાલતમા જ છે તેમ છતા એસ.ટી.નિગમ તરફથી આ ભાડા પેટે મળેલ જગ્યામા કે જે જગ્યા વર્ષ ૨૦૩૦માં થયેલ કરાર મુજબ પટેલ સમાજને પરત સોંપવાની હોય તેમ છતા એસ.ટી.નિગમના કરોડો રૂપિયાનો વ્યય કરવા માંગે છે. પટેલ સેવા સમાજના ટ્રસ્ટીઓની મળેલ મિટીંગમાં આ જગ્યા સમાજના ઉપયોગ માટે જરૂરી હોય ભાડા પટ્ટો કોઇ પણ સંજોગોમાં રિન્યુ કરવો નહી તેવો ઠરાવ કરી તેની લીગલ જાણ કરેલ હોવા છતા જગ્યા ઉપર નવુ બાંધકામ કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે.

આ બાબતે શહેરના પાટીદારોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે કે કોઇપણ સંજોગે  પટેલ સમાજની જગ્યા પરત મેળવવાની મીટીંગમાં ચર્ચા કરવામા આવેલ આ બાબતની જાણ પટેલ સમાજના ટ્રસ્ટીઓએ એસ.ટી.નિગમના પૂર્વસ્ ચેરમેન બાબુભાઇ ઘોડાસરા તેમજ પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ માકડીયાની આગેવાનીમાં શહેરના સમાજના ચાગેવાનોનું પ્રતિનિધી મંડળ ઉચ્ચ કક્ષાએ  ગાંધીનગર રજુઆત કરવા મંગળવારના રોજ જવાના છે અને કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ આજની મીટીંગમાં સર્વાનુમતે નક્કી કરવામા આવેલ છે.

(10:41 am IST)