Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

હળવદમાં રોટરી કલબ દ્વારા સાધન સહાયનું વિતરણ

શહેરના શરણેશ્વર મંદિર ખાતે અપંગ માનવ મંડળ અમદાવાદ તથા ભારત સેવક સમાજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ના સૌજન્ય થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હળવદ અને તાલુકા ના ૩૦૬ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ માં ૩૦૬ દર્દીઓને જરૂરી સાધનો તેમજ દવાઓ વગેરે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતાઙ્ગ વોકર, બગલઘોડી, સ્ટીક, કૃત્રિમ પગ, કૃત્રિમ હાથ, કેલિપર્સ, પાટલા, વગેરે વિવિધ ૨૦ઙ્ગ પ્રકાર ના જરૂરી સાધનોનું બધા જ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.ઙ્ગઆ પ્રોજેકટ માં ખાસ અપંગ માનવ મંડળના પ્રમુખ ધીરેનભાઈ ઝવેરી, ડો. મનીષભાઈ ત્રિવેદી, અને ટ્રસ્ટીઓ અને સ્ટાફ તેમજ ભારતસેવક સમાજમાંથી કિરણબેન અને દશરથભાઈ અને શિરીશભાઈ ઓઝા હાજર રહ્યા હતા. આ પ્રોજેકટને રોટરી કલબ ઓફ હળવદ ના હોદેદારો તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હરીશ રબારી, હળવદ)

(9:49 am IST)