Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

ઉના પંથકના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત?

વિદેશ મંત્રાલય અને ફિશરીઝ દ્વારા સમર્થન મળતું નથીઃ જળ સીમાએ બોટના અપહરણ સાથે પકડાયેલઃ બીમારી બાદ મૃત્યુ?

ઉના તા.૯: ઉના તાલુકાના પાલડી ગામનાં માછીમારનું પાકિસ્તાનની જેલમાં બિમારી સબબ મૃત્યું થયાનું જાણવા મળે છે. વેરાવળ ફિશરીઝ ખાતા તરફથી કોઇ માહિતી ન મળતા તે સમર્થન આપતું નથી, પરિવાર ચિંતાતુર થઇ ગયેલ છે.

ઉના તાલુકાના પાલડી ગામનાં ભીખાભાઇ ભગવાનભાઇ બાંભણીયા (ઉ.વ.૫૨) વાળા પોરબંદરની માછીમારી બોટમાં ખલાશી તરીકે ૨૦૧૭માં જોડાયા હતા અને માછીમારી કરવા ગયેલ ત્યારે જખોૈની આગળ પાકિસ્તાન મરીને સિકયુરિટીવાળાઓએ અપહરણ કરી લઇ ગયા હતા. જે કરાંચીની જેલમાં બંધ હોય અને ૩ દિવસ પહેલા ગંભીર રીતે બિમાર પડતા સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. પોરબંદર ફિશરીઝ બોટ એસોસિએશન દ્વારા તેમના પરિવારને માહિતી આપતાં ભીખાભાઇ નો પરિવાર ચિંતાતુર બન્યો છે. આ અંગે વેરાવળ ફિશરીઝ વિભાગનાં અધિકારીનો સંપર્ક કરતા તેમને વિદેશ મંત્રાલય ભારત સરકાર દ્વારા કોઇ માહિતી મળી નથી તેથી તે સમર્થન આપતા નથી. તેથી સાચું શું તે બાબતે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાંથી માહિતી આપે તેવી પરિવારે માંગણી કરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભીખાભાઇ  ગત તા. ૧૫-૧૧-૧૭ના રોજ પોરબંદરની સુલેમાનભાઇ જુનેજાની રહીમ કેરીબ નામની બોટ નં. આઇએનડીજીજે ૨૫ એમએન ૩૮૯૪ નામની બોટમાં માછીમારી કરવા ગયેલ હતો. વધુમાં ભીખાભાઇનો પરિવારમાં બે દિકરા અને પત્ની છે જેમાં એક દિકરો ગત તા. ૧૯-૯-૨૦૧૩ના દરિયામાં અકસ્માતે પડી ગયો છે જેની આજ સુધી માહિતી મળી નથી. પાલડી ગામનાં આગેવાનો સરપંચ ભીખાભાઇ ભગવાનભાઇનાં ઘરે જઇ સાંત્વના આપી છે. પોરબંદરના ફિશરીઝ બોટ એસો.નાં આગેવાન મસાણીભાઇ પાલડી ગામે આવેલ છે.

(12:15 pm IST)