Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભુજની રાવલવાડી POST ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે આખરે પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ

પોલીસે પોસ્ટ એજન્ટ પ્રજ્ઞા ઠક્કર તેના પતિ સચીન ઠક્કર સહિત પોસ્ટ વિભાગના બે કર્મચારી અને અન્ય એક પોસ્ટ એજન્ટ સામે પોલીસે ફરિયાદ નોંધી

ભુજની રાવલવાડી POST ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપત મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાવલવાડી POST ઓફિસમાં રિકરીંગ એકાઉન્ટમાં પોસ્ટ વિભાગની સિસ્ટમનો દૂર ઉપયોગ કરીને કુલ 8.25 કરોડની ઉચાપત થઈ છે. રાવલવાડી POST ઓફિસના ઉચાપતના આ કેસમાં પોલીસે પોસ્ટ એજન્ટ પ્રજ્ઞા ઠક્કર તેના પતિ સચીન ઠક્કર સહિત પોસ્ટ વિભાગના બે કર્મચારી અને અન્ય એક પોસ્ટ એજન્ટ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે હાલ રૂ. 34.58 લાખની ઉચાપતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:11 pm IST)