Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના બનાવમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

ભુજ કોર્ટ દ્રારા આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની જામીન અરજી નામંજુર કરતો હુકમ

ભુજ : મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસ દમનથી બે ગઢવી યુવાનોની હત્યા થયા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે એક તરફ ગઢવી સમાજ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે બીજી તરફ પોલીસને હજી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી તેવામાં આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે

 . પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષકની કચેરીના જણાવ્યા પ્રમાણે મુંદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી દેવરાજ રતનભાઇ ગઢવી રહે, સમાઘોઘા તા.મુંદરા વાળાઓએ આરોપીઓ શકિતસિંહ ગોહિલ તથા અશોક કનાડ તથા જયદેવસિંહ અજીતસિંહ ઝાલા વિરુધ્ધ ફરીયાદ આપતા તા.ર૦/૦૧/ ના ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો, સદર ગુનાની તપાસ દરમ્યાન જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર, ઉ.વ.૪૦ રહે. રાજસીતાપુર તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર અને વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઇ જોષી,ઉ.વ.-૨૫, રહે. લુણી તા.મુંદરા,કપીલ અમરતભાઇ દેસાઇ,રહે.ચાંદખેડા,બહુચરચોક, અમદાવાદ,ગફુરજી પીરાજી ઠાકોર, રહે.ઉંટેવેલીયા, તા.થરાદ જી.બનાસકાંઠા,જયવિરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે. સમાઘોઘા તા.મુંદરા વાળાઓના નામ ખુલવા પામેલ છે જે પૈકી જયેન્દ્રસિંહ પઢીયાર અને વિરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઇ જોષી હાલમાં જયુડીશીયલ કસ્ટડીમાં છે. સદર ગુનામાં સંડોવાયેલ અન્ય છ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારૂ હાલ સુધી નાસતા-ફરતા છે. જે પૈકી આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.સમાઘોઘા તા.મુંદરા વાળાએ નામદાર આઠમાં સેશન્સ જજ ભુજ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી જે અરજીની સુનાવણી દરમ્યાન સદર ગુનાના તપાસ કરનાર અમલદાર જે.એન.પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ દ્રારા રજુ કરવામાં આવેલ સોંગદનામા અન્વયે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી દ્રારા કરવામાં આવેલ રજુઆતોને ધ્યાને લઇ આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની ગુનામાં સંડોવણીની ગંભીરતા ધ્યાને લઇ નામદાર આઠમા સેશન્સ જજ સાહેબ ભુજ કોર્ટ દ્રારા આરોપી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

(10:13 pm IST)
  • મહારાષ્ટ્ર: થાણે (વેસ્ટ) ના મુલુંડ ચેક નાકા પાસે મોડેલ્લા કોલોનીમાં મોદી સાંજે ભયંકર આગ ફાટી નીકળી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન તંત્રે સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી છે. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ થઈ નથી. access_time 9:15 pm IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST