Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં કિન્નર સમાજના ગાદીપતિ વાસંતીદે કુસુમદે નાયકે ચુંટણી જંગમાં ઝંપલાવ્યું

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં કિન્નર સમાજના ગાદીપતિ વાસંતીદે કુસુમદે નાયકે ચુંટણી જંગમાં ઝંપલાવ્યુંં છે. ગાદીપતિ ચુંટણી માટે તૈયાર કરતાં કિન્નર સમાજમાં ઉત્સાહ છવાયો હતો.  મોટી સંખ્યામાં કિન્નરોએ શહેરના માર્ગ પર ઢોલ નગારા સાથે ગરબા રમીને ખુશી વ્યકત  કરી હતી. પ્રાંત કચેરીએ કિન્નર વાસંતીદે કુસુમદે નાયક ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી.  ફરી નગરપાલિકાના વોર્ડનં ૫ માંથી અપક્ષ તરીકે ચુંટણી લડી રહ્યા છે. ૨૦૧૦માં ચૂંટણીમાં કુલ ૬૩૪ મત મળ્યા હતા અને અપક્ષ તરીકે વિજેતા બન્યા હતા.(તસ્વીર : અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળિયા)

(1:01 pm IST)
  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ સંપૂર્ણપણે કોરોના મુક્ત સંઘ પ્રદેશ બન્યા: સમગ્ર દેશમાં સૌથી વધુ રિકવરી રેટ સાથે સંઘ પ્રદેશ અગ્રેસર :દિવમાં પ્રવાસન શરૂ હોવા છતાં 100 ટકા રિકવરી રેટ : સંઘ પ્રદેશ વહીવટી તંત્રે નાગરિકોના સહયોગને બિરદાવ્યો access_time 12:00 pm IST