Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ચલાલાના ટાઇલ્સના વેપારીએ દેણુ થઇ જતા આપઘાત કરી લીધો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૦ : સરથાણા-પુણાકેનાલ રોડ વિસ્તારમાં ટાઇલ્સના જુવાનજોધ વેપારીએ અવધ રેસીડેન્સીની બાજુમાં આવેલા મેદાનમાં આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. આ બનાવ અંગે જાણ સ્થાનિકોને થતા વેપારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું આપઘાત કરનાર વેપારીના સગાભાઇએ કોરોના લોકડાઉન અગાઉ ટાઇલ્સના ધંધામાં ઉધાર પેટે આપેલ સામાનની ઉઘરાણી પરત નહી મળતા આર્થિક સંક્રળામણનો ભોગ બન્યો હતો વેપારીએ  સ્યુસાઇટ નોટ લખી છે. જે પોલીસે કબજે કરી છે.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કામરેજ વાલક નજીકની રોયલ ટાઉનશીપમાં રહેતા ૩૦ વર્ષિય અલ્પેશ કુરજીભાઇ ખુંટ (મુળ રહે. ચલાલા જી. અમરેલી) પુણા કેનાલ રોડ ઉપર દાનેવસિરામીક નાનામે ટાઇલ્સનો વ્યવસાય કરતો હતો. અલ્પેશ ખુટ ટાઇલ્સ સહિતનો માલસામાન મોરબી કારખાનામાંથી લાવતા હતા. તાજેતરમાં કોરોના લોકડાઉન અગાઉ અલ્પેશે ટાઇલ્સનું વેચાણ કર્યુ હતું. પરંતુ ઉઘરાણી આવતી ન હતી નહીં. જેથી આર્થીક મુશ્કેલીમાં ફસાયો હતો. બીજી તરફ મોરબીથી કારખાનેદારો પેમેન્ટ ચુકવવા માટે ધમકીઓ આપતા હતા જેને કારણે અલ્પેશ માનસિક દબાણમાં આવીને આજે સવારે સરથાણા વિસ્તારમાંં આવેલ અવધ રેસીડેન્સ્ીની બાજુના મેદાનમાં જઇને ઝેરી દવા પી લીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ અલ્પેશ પોતાના ભાણેજ સાથે આજે સવારે દુકાને ગયો હતો. દુકાને ગયા બાદ પોતે કોઇ કામ ઓર્ડર લેવાનું કહીને નીકળ્યો હતો એ પછી સરથાણા અવધ રેસીઙન્સી પાસેના ખુલ્લા મેદાનમાં ઝેરી દવા પી લીધી હતી આ બાબતે આસપાસના લોકોએ અલ્પેશના ભાઇને બોલાવી લીધા હતા. જેણે વેપારી અલ્પેશને ખાનગી હોસ્ટિલમાં ખસેડયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આપઘાત કરનાર ટાઇલ્સના વેપારી અલ્પેશે સ્યુસાઇટનોટ લખી છે જેમાં ઉલ્લેખ કર્યોછે પરીવારજનો મને માફ કરજો મે ઉધાર પેટે આપેલી ટાઇલ્સ પેટેના નાણા રજની -મુનશી પાસે ૧૧ લાખ, અજય પાસે ર૦ લાખ અને કાનો સુદામા પાસે ૧૧.પપ લાખની રકમ લેવાની નીકળે છે આ નામની વ્યકિતઓએ ઉધાર ટાઇલ્સ સહિતનો સરસામાન ખરીદ કર્યા પછી નાણા આપવામાં આનાકાની કરતા હોવાથી અંતિમ પગલું ભર્યું છે. સરથાણા પોલીસે તમામ વિગતો મેળવીને વધુ તપાસ આદરી છે.

કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો

અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ નકકી કરવા માટેની અંતિમ સતાવાર પ્રક્રિયાઓ છેલ્લા તબકકામાં ચાલી રહી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, અમરેલી, કુંડલા, બાબરા, બગસરા, દામનગર નગરપાલિકાના ઉમેદવારોના નામ નકકી થયા હતા અને આજે મધરાત્રે ભાજપના હોદેદારો અમરેલી આવી આ નામો સતાવાર રીતે જાહેર કરશે તેમ જાણવા મળેલ .ે

જયારે જાણવા મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ઉમેદવારોના નામ આજે સાંજે પ વાગ્યે અમદાવાદ ખાતે મળનારી બેઠકમાં નિશ્ચિત થશે અને રાત્રીના જાહેર થઇ જશે.

(12:54 pm IST)
  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,169 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,70,555 થઇ :એક્ટિવ કેસ 1,39,477 થયા: વધુ 11,441 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 71, 062 થયા : વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,375 થયા access_time 1:03 am IST

  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST